નવી દિલ્હી: પત્નીને ઘરની હોમ મિનિસ્ટર કહેવામાં આવે છે. તે ઘરનો ખર્ચથી માંડીને પતિની કમાણીનો સંપૂર્ણ હિસાબ રાખવા માંગે છે. પરંતુ ઘણા ઓછા પતિ છે જે પોતાની સેલરી સ્લિપ પોતાની પત્નીને બતાવે છે. પરંતુ સરકારે આ એક એવો રસ્તો બતાવ્યો છે જેની મદદથી તે પતિની સેલરી જાણી શકે છે. જી હાં પત્ની માહિતીના અધિકાર એટલે કે આરટીઆઇ હેઠળ ઇનકમ ટેક્સ વિભાગમાં અરજી કરીને જાણી શકે છે કે તેના પતિને તેનો ડિપાર્ટમેન્ટ કેટલો પગાર આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આ કેસ રાજસ્થાનના જોધપુરથી સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ઇનકમ ટેક્સ વિભાગમાં આરટીઆઇ દાખલ કરી પોતાના પતિની ગ્રોસ અને ટેક્સેબલ ઇનકમની જાણકારી માંગી હતી. ઇનકમ ટેક્સ વિભાગે મહિલાના પતિને નોટીસ જાહેર કરતાં કહ્યું કે તેની પત્ની જાણકારી માંગી રહી છે. મહિલાના પતિએ ઇનકમ ટેક્સ વિભાગને નિયમોનો હવાલો આપતાં આ જાણકારી આપવાની ના પાડી દીધી. 


પછી મહિલાએ જ્યારે કેન્દ્રીય સૂચના આયોગમાં ફરિયાદ કરી તો સૂચના આયોગે જોધપુરમાં સ્થિત ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું કે તે આ પ્રકારની સૂચના આપવાની ના પાડી દીધી અને સાથે 15 દિવસની અંદર મહિલાએ માંગેલી માહિતી આપવા માટે કહ્યું છે. 


જાણો કેવી રીતે કરશો આરટીઆઇ
સાદા કાગળ પર હાથ વડે લખેલી અથવા ટાઇપ કરેલી એપ્લિકેશન દ્વારા સંબંધિત વિભાગ પાસેથી જાણકારી માંગી શકો છો. એપ્લિકેશન સાથે 10 રૂપિયા ફી પણ જમા કરાવવી પડે છે. 


ધ્યાન રાખો
- કોઇ પણ વિભાગ પાસેથી સૂચના માંગવામાં ધ્યાન રાખો કે સીધો પૂછવામાં આવે. પ્રશ્ન ફેરવીને પૂછવો ન જોઇએ. પ્રશ્ન એવો હોવો જોઇએ, જેનો સીધો જવાબ મળી શકે. તેનાથી જન સૂચના અધિકારી તમને ભ્રમિત કરશે નહી. 


-એપ્લિકેંટને તેનું પણ ધ્યાન રાખવું જોઇએ કે તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો, તે તે જ વિભાગ સંબંધિત છે કે નહી. તે વિભાગ સંબંધિત સવાલ નહી હોય તો તમને જવાબ મળશે નહી. બની શકે કે તમને જવાબ મળવામાં મોડું પણ થાય.


-એપ્લિકેશન સ્પીડ પોસ્ટ વડે મોકલવી જોઇએ. તેનાથી ખબર પડી જશે કે પીઆઇઓને એપ્લિકેશન મળી છે કે નહી. 


- આરટીઆઇ એક્ટ કંઇક ખાસ કેસમાં જાણકારી ન આપવાની છૂટ પણ આપે છે. તેના માટે એક્ટની કલમ 8 જુઓ જેથી તમને ખબર પડી જશે કે તમને કારણ વિના માહિતી આપવાની ના પાડવામાં આવતી તો નથી.  


કેવી રીતે લખશો આરટીઆઇ એપ્લિકેશન
- માહિતી મેળવવા માટે કોઇ નક્કી પ્રોફાર્મા નથી. સાદા કાગળ પર હાથ વડે લખીને અથવા ટાઇપ કરાવીને 10 રૂપિયાની નક્કી ફી સાથે પોતાની એપ્લિકેશન સંબંધિત અધિકારી પાસે કોઇપણ રૂપમાં (પોતે અથવા પોસ્ટ દ્વારા) જમા કરાવી શકો છો. 


- તમે હિંદી, અંગ્રેજી અથવા કોઇપણ સ્થાનિક ભાષામાં એપ્લિકેશન આપી શકો છો.


-એપ્લિકેશનમાં લખો કે શું માહિતી જોઇએ છે અને કેટલા સમયગાળાની માહિતી જોઇએ છે.


-અરજીકર્તાને માહિતી માંગવા માટે કોઇ કારણ અથવા પર્સનલ વિવરણ આપવાની જરૂર નથી. તેને ફક્ત પોતાનું સરનામું આપવું પડશે. ફોન અથવા મોઇબાઇલ નંબર આપવો જરૂરી નથી. પરંતુ નંબર આપવાથી માહિતી આપનાર વિભાગ તમારો સંપર્ક કરી શકે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube