2000 Notes Ban: જો તમારી પાસે છે તો શું કરવું, જાણો તમને મૂંઝવતા દરેક સવાલનો જવાબ
2000 Notes Ban:RBIના નિર્ણયનો અર્થ એ છે કે 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં નહીં રહે. જો કે, આ રૂપિયો લીગલ ટેન્ડર રહેશે. આરબીઆઈના નિર્ણય બાદ બે સવાલ મહત્વના બની ગયા છે કે શું આ નોટો આગામી દિવસોમાં પ્રતિબંધિત થશે અને તમારે તાત્કાલિક શું કરવું જોઈએ.
2000 Notes Ban: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. RBIના નિર્ણયનો અર્થ એ છે કે 2000 રૂપિયાની નોટ હવે ચલણમાં નહીં રહે. જો કે, આ રૂપિયો લીગલ ટેન્ડર રહેશે. આરબીઆઈના નિર્ણય બાદ બે સવાલ મહત્વના બની ગયા છે કે શું આ નોટો આગામી દિવસોમાં પ્રતિબંધિત થશે અને તમારે તાત્કાલિક શું કરવું જોઈએ.
સવાલ એ છે કે શું 2000 રૂપિયાની નોટ બંધ થશે?
30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે. અત્યારે આ સવાલનો સીધો જવાબ આપવો મુશ્કેલ છે.
નોટ બંધ થશે કે નહીં, તેનો જવાબ મળવામાં સમય લાગશે, પરંતુ આ નિર્ણયનો ચોક્કસ અર્થ એ છે કે આ નોટ બંધ કરવા માટે પ્રથમ પગલું ચોક્કસપણે લેવામાં આવ્યું છે.
તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો તરત શું કરવું?
સરળ જવાબ છે કે હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે, એટલે કે આ નોટને તબક્કાવાર રીતે બહાર કાઢવામાં આવશે. જો તમે અત્યારે માર્કેટમાં જશો તો તેની સાથે લેવડ-દેવડ કરી શકશો, પરંતુ એ સાચું છે કે જો તમારી પાસે આ નોટો હોય તો તેને આરામથી બેંકમાં પરત કરો અને બીજી નોટો લઈ લો.
તમને નોટો બદલવા માટે પૂરો સમય મળશે.
30 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ બેંક શાખામાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 23 મેથી કોઈપણ બેંકમાં બદલી અથવા જમા કરાવી શકાશે. એક સમયે 20000 રૂપિયા બદલી અથવા બેંકમાં જમા કરાવી શકાય છે. RBIની 19 શાખાઓમાં પણ નોટો બદલી શકાશે. તમને જણાવી દઈએ કે, RBIએ એક મોટો નિર્ણય લેતા નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત સાથે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ નોટ 8 વર્ષ પછી ચલણમાંથી બહાર થઈ જશે. 30મી સપ્ટેમ્બર બાદ નોટ નહીં ચાલે એ બાબતે સરકારે મોટો ખુલાસો કર્યો છે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.