નવી દિલ્હી: ગત વર્ષે ઉત્કૃષ્ટ વળતર મળ્યા બાદ આજે સોનાના ભાવ  (Gold price today)માં ઈક્વિટીની સરખામણીમાં નરમ રહ્યા છે. જો કે, વિશ્લેષકો પીળી ધાતુ પર દાવ મોટો દાવ લગાવી રહ્યા છે, એક જાણીતા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિ.ના જણાવ્યા અનુસાર આગામી એક વર્ષમાં સોનાના ભાવ વધી શકે છે. સોનાની કિંમત આગામી 12 મહિનામાં વધીને રૂપિયા 52,000-53,000ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. સોનું ફરી એકવાર 2000 ડોલર સુધી વધી શકે છે અને અત્યાર સુધીની નવી ઊંચાઈએ પહોંચી શકે છે. બ્રોકરેજ હાઉસના મતે રોકાણકારો માટે રોકાણની દ્રષ્ટિએ આ વધુ સારી તક હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો ભૂતકાળનું પ્રદર્શન કેવું રહ્યું?
છેલ્લા આઠ વર્ષમાં સોનાએ ડબલ ડિજિટમાં પ્રદર્શન કર્યું છે. જોકે, 2021માં સોનાના ભાવ (Kya hai aaj ke gold ka rate)માં વળતર રોકાણકારોની તરફેણમાં રહ્યું નથી. 2021માં કિંમતો ₹51,875ની ઊંચી અને ₹43,320ની નીચી સપાટીએ પહોંચી હતી. 2019 અને 2020માં સોનાના ભાવ અનુક્રમે 52% અને 25% વધ્યા હતા. બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે આગામી દિવાળી સુધીમાં સોનાના ભાવ ₹54,000 પ્રતિ 10 ગ્રામ તરફ જશે. આગામી દિવાળી સુધીમાં અમે સોનાના ભાવને 42,300 - 41,100ના સ્તરે ટેકો મળવાની અપેક્ષા રાખીએ છીએ.


સોનાની માંગ વધી
દિવાળીના તહેવારો અને લગ્નસરાની સિઝનમાં સોનાની માંગ (22-24 કેરેટ સોનાનો ભાવ)માં વધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, કોવિડની શરૂઆત પછી આ ખૂબ જ વ્યસ્ત તહેવારોની સિઝન છે જ્યાં આપણે સોનાની મોટી ખરીદી થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું કે ડિજિટલ સોનાની માંગ પણ અનેકગણી વધી છે. અગ્રણી જ્વેલર્સ દ્વારા નવી ટેકનિક પહેલ, ડિજિટલ ગોલ્ડ  (Digital gold) UPI પ્લેટફોર્મ  (UPI platform) ના લીધે ખરીદદારો અને રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 


તમને જણાવી દઈએ કે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં ભારતની સોનાની માંગ 139.1 ટન હતી, જે 2020ની સરખામણીમાં 47% વધુ છે. જ્યારે, સોનાના દાગીનાની માંગ 58% વધીને 96.2 ટન થઈ ગઈ છે. બાર અને સિક્કા માટે રોકાણની માંગ પણ 18% વધી છે. જો કે, આ વર્ષે ચોમાસા અને પિતૃ પક્ષ દરમિયાન સોનાની માંગમાં મંદી જોવા મળી હતી, પરંતુ હવે ગ્રાહકોનો રસ પાછો આવ્યો છે.