ITR Filing Last Date: ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ધીમે ધીમે નજીક આવી રહી છે. કોઇપણ દંડથી બચવ માટે ઇનકમ ટેક્સ પેયરને સમયસીમા સમાપ્ત થતાં પહેલાં નાણાકીય વર્ષ 2021-22 માટે પોતાનું આઇટીઆર ઓનલાઇન સબમીટ કરી દેવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે જે વ્યક્તિઓના ખાતાનું ઓડિટ કરવાની જરૂર નથી, તેમના આઇટીઆર  સબમીટ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ છે.


જે ટેક્સપેયરોના ખાતાનું ઓડિટ કરવું પડે છે, તેના માટે સમયસીમા 31 ઓક્ટોબર છે. તમારે છેલ્લી તારીખ પહેલાંજ આઇટી રિટર્ન સબમીટ કરવું જોઇએ, જેના ઘણા ફાયદા મળે છે. આવો જાણીએ કે સમયસર આઇટીઆર ફાઇલ કરવાના શું ફાયદા છે?



પેનલ્ટી ચૂકવવી નહી પડે
નિયમ તારીખ સુધી આઇટીઆર સબમીટ  ન કરતાં ઇનકમ ટેક્સના નિયમો અનુસાર 10,000 રૂપિયાના દંડ સાથે અન્ય પરિણામ ભોગવવા પડે છે. આઇટીઆર ફાઇલિંગમાં મોડું થતાં ઇનકમ ટેક્સ અધિનિયમ 1961 ની કલમ 234એ હેઠળ મોડું થતાં વ્યાજ પણ લાગી શકે છે. 


કાયદાકીય કાર્યવાહીથી બચો
મોડું અથવા ચૂક થતાં ઇનકમ ટેક્સ વિભાગ એક નોટિસ મોકલી શકે છે અને કાયદાકીય મુશ્કેલીઓ વધી શકે છે. જો I-T વિભાગ નોટીસના જવાબમાં અસંતુષ્ટ રહે છે અને યોગ્ય આધાર મળે છે, તો કાનૂની કેસ પણ ચાલે છે. 


સરળતાથી મળે છે લોન
ઇનકમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં એક સ્પષ્ટ ટ્રેક રેકોર્ડ હોવાથી લોન પ્રોવાઇડર લોન મેળવવી સરળ બની જાય છે. લોનની અરજીના મામલે બેંકોને ઉધારકર્તાને પોતાની ઇનકમના પુરાવાના રૂપમાં આઇટીઆર વિવરણની એક કોપી આપવી પડે છે. 


કોઇપણ ઔપચારિક કોન મેળવવા માટે ઇનકમ ટેક્સ રિટર્ન અનિવાર્ય દસ્તાવેજ છે. જે વ્યક્તિ ટેક્સ રિટર્ન ભરે છે. તેમને લોન મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો નથી. 


કેરી ફોરવર્ડ લોસ
ઇનકમ ટેક્સના નિયમ મુજબ નક્કી તારીખ પહેલાં આઇટીઆર દાખલ કરવાના મામલે નુકસાનને આગામી નાણાકીય વર્ષમાં અગ્રેષિત કરવાની પરવાનગી મળે છે. આ કરદાતાને ભવિષ્યની ઇનકમની પોતાની ચૂકવણીને ઓછી કરવાની અનુમતિ આપે છે. 


જલદી મળે છે વિઝા
મોટાભાગના દૂતાવાસોને વીઝા માટે અરજી કરતી વખતે વ્યક્તિઓને પોતાના આઇટીઆર હિસ્ટ્રી જમા કરાવવી જરૂરી હોય છે. ટેક્સ ફાઇલિંગનો સ્વચ્છ ટ્રેક રેકોર્ડ હોવાથી વીઝા અરજીની પ્રક્રિયા સરળતાથી થઇ જાય છે.