Windfall Tax on Crude: સરકારે ગુરુવારે ઘરેલુ સ્તર પર ઉત્પાદિત પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ 100 રૂપિયા પ્રતિ ટન વધારી દીધો છે. શુક્રવારથી ક્રુડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 3200 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 3300 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈસ ડ્યૂટી SAED તરીકે લગાવવામાં આવે છે. એક ઓફિશિયલ નોટિફિકેશન મુજબ ડીઝલની નિકાસ ઉપર પણ SAED ને પહેલા શૂન્યથી વધારીને 1.50 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રુડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ
નાણામંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ પેટ્રોલિયમ ક્રુડ પર વિન્ડફોલ ટેક્સ 100 રૂપિયા વધારવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલ અને ATF પર વધારાની ડ્યૂટી શૂન્ય રહેશે. 16 ફેબ્રુઆરીથી ONGC જેવી સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પર 3300 રૂપિયા પ્રતિ ટન સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી સ્વરૂપે વિન્ડફોલ ટેક્સ ચૂકવવો પડશે. હાલમાં જ થયેલા ક્રુડ ઓઈલના ભાવમાં વધારાના પગલે સરકારે આ નિર્ણય લીધો છે. આ મહને સરકારે ઘરેલુ ક્રુડ ઓઈલના ઉત્પાદન પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીને 1700 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 3200 રૂપિયા પ્રતિ ટન કરી હતી. અત્રે જણાવવાનું કે સરકાર દર 15 દિવસે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરે છે. બજારમાં ચાલી રહેલી ઓઈલની કિંમતોને આધારે તેની સમીક્ષા કરાય છે. 


ક્યારે લાગે વિન્ડફોલ ટેક્સ
ઓઈલ માર્કેટિંગ કંપનીઓના અનપેક્ષિત નફા પર સરકાર તરફથી વધારાનો ટેક્સ લગાવવામાં આવે છે. જેને વિન્ડફોલ ટેક્સ કહે છે. વિન્ડફોલ ટેક્સ એવી કંપનીઓ કે ઈન્ડસ્ટ્રીઝ પર લાગે છે  જેને બદલાતી સ્થિતિમાં અચાનક ઘણો નફો થયો હોય. કેન્દ્ર સરકારે પહેલીવાર 1 જુલાઈ 2022ના રોજ અનપેક્ષિત લાભ પર ટેક્સ લગાવ્યો હતો. ભારત ઉપરાંત અનેક દેશોમાં ઓઈલ/એનર્જી કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube