Windfall Tax: પેટ્રોલ અને ડીઝલ પર રાહત આપવાથી સરકારને જબરદસ્ત નુકસાન થઈ રહ્યું છે. તેની ભરપાઈ કરવા માટે સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સમાં જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ગેઈન ટેક્સ 1900 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 5,050 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ સિવાય એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર Windfall Tax 3.5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 6 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો દર 4 ફેબ્રુઆરીએ લાગુ થશે
સરકારે ડીઝલ પર વધારાની નિકાસ ડ્યુટી પણ વધારી છે. પરંતુ પેટ્રોલમાં કોઈ ફેરફાર થયો ન હતો. ડીઝલ પર વધારાની નિકાસ જકાત 5 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 7.50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. નવો દર 4 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. સરકાર નવા નાણાકીય વર્ષમાં વિન્ડફોલ ટેક્સમાંથી રૂ. 25,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ મામલો મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા વતી થોડા દિવસ પહેલાં જ કહી હતી.


રશિયા પાસેથી ઓછી કિંમતે ક્રૂડ ઓઈલ ખરીદવામાં આવી રહ્યું છે
જુલાઈ 2022થી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઈલ અને ઈંધણની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ લાદવાનું શરૂ કર્યું હતું. ભારત વિશ્વમાં તેલનો સૌથી મોટો ઉપભોક્તા અને આયાતકાર દેશ છે. ગયા વર્ષથી રશિયા પાસેથી નીચા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાના સપ્લાયને અસર થયા બાદ ભારતીય કંપનીઓએ તેમની નિકાસ વધારવાનું શરૂ કર્યું. તેના પર સરકારે Windfall Tax લગાવવાનું શરૂ કર્યું છે.


વિન્ડફોલ ટેક્સના દરની દર 14 દિવસે સમીક્ષા કરવામાં આવે છે. જેના આધારે તેમાં વધારો કે ઘટાડો કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે Windfall Tax એટલે અચાનકથી લાભ અથવા રૂપિયા. આવા નફા પર જે કર લાદવામાં આવે છે તેને વિન્ડફોલ ટેક્સ કહેવામાં આવે છે.