આઇટી દિગ્ગજ અને વિપ્રોના અધ્યક્ષ અજીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડની 34 ટકા ભાગીદારી એટલે કે 52,750 કરોડ રૂપિયા (7.5 અરબ ડોલર) બજાર કિંમતના શેર પરોપકાર કાર્ય માટે દાનમાં આપી દીધા છે. ફાઉંડેશને નિવેદનમાં કહ્યું કે 'અજીમ પ્રેમજીએ પોતાની અંગત સંપત્તિઓનો વધુમાં વધુ ત્યાગ કરી અને ધર્માથ કાર્ય માટે તેને દાન કરીને પરોપકાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વધારી છે, જેથી અજીમ પ્રેમજી ફાઉંડેશનના પરોપકાર કાર્યોનો સહયોગ મળશે.''

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે હોટલમાં ધોતા હતા વાસણ, આજે છે પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ


નિવેદન અનુસાર આ પહેલથી પ્રેમજી દ્વારા પરોપકાર કાર્ય માટે દાનની કુલ રકમ 145,000 કરોડ રૂપિયા (21 અરબ ડોલર) થઇ ગઇ છે, જોકે વિપ્રો લિમિટેડના આર્થિક સ્વામિત્વના 67 ટકા છે. હાલમાં વિપ્રોમાં તેમની ભાગીદારી લગભગ 74.3 ટકા છે. 


અઝીમ પ્રેમજી શિક્ષણ ક્ષેત્રમાં મોટાપાયે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે ઘણા NGO ને પણ આર્થિક મદદ કરે છે. આ તે સંસ્થા છે જે મોટા હેતુ માટે વર્ષોથી કામ કરતી આવી છે અને આગળ પણ કામ કરતા રહેવું જરૂરી છે. આંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના પ્રચાર માટે તે રાજ્યોની સરકાર સાથે મળીને કામ કરી રહી છે. 

ભારત સહિત ઘણા દેશોમાં ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ડાઉન, કંપનીએ આપ્યું આ નિવેદન


અજીમ પ્રેમજીની સંસ્થા હાલમાં શિક્ષણ ક્ષેત્રે કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પોડુંચેરી, તેલંગાણા, મધ્યપ્રદેશ અને નોર્થ ઇસ્ટના ઘણા રાજ્યોની સરકાર સાથે મળીને કામ કરી રહી છે. તેમનું માનવું છે કે યોગ્ય શિક્ષણ મળતાં ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. અજીમ પ્રેમજી ફાઉંડેશને બેગલુરૂમાં અજીમ પ્રેમજી યુનિવર્સિટી પણ ખોલી છે. તેમના દ્વારા નિવેદન જાહેર કરતાં કહેવામાં આવ્યું છે કે અજીમ પ્રેમજી ફાઉંડેશન આગળ કેટલાક વર્ષોમાં નોર્થ ઇસ્ટ ભારતમાં બીજી યુનિવર્સિટી ખોલશે.