નવી દિલ્હીઃ Wipro Fires 300 Employees: આઈટીની દિગ્ગજ કંપની વિપ્રોએ પોતાના 300 કર્મચારીઓને છુટ્ટા કરી દીધા છે. આરોપ છે કે આ કર્મચારીઓ વિપ્રોમાં રહેતા બીજી કંપનીઓ માટે પણ કામ કરી રહ્યાં હતા. વિપ્રોના કાર્યકારી અધ્યક્ષ રિશદ પ્રેમજીએ કહ્યુ, આ ખુબ સરળ છે. આ અખંડતાના ઉલ્લંઘનનું કાર્ય છે. અમે તે લોકોની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. તેણે આ મુદ્દાને કંપની સાથે છેતરપિંડી ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે વિપ્રોએ મૂનલાઇટિંગને લઈને થોડા દિવસ પહેલા ચેતવણી જાહેર કરી હતી. મૂનલાઇટિંગનો અર્થ છે કે એક સમયમાં એકથી વધુ કામ કરવા. અત્યારે ઘણી કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે. જેથી કર્મચારીઓ આવા પ્રકારના કામ કરી રહ્યાં છે. કંપનીએ કર્મચારીઓને મોકલેલા પોતાના ઈ-મેલમાં કહ્યું, બે જગ્યાઓ પર કામ કરવું કે મૂનલાઇટિંગની મંજૂરી નથી. મેલમાં કહેવામાં આવ્યું- કરારના કોઈપણ ઉલ્લંઘન પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે તથા નોકરીમાંથી કાઢવામાં આવી શકે છે. 


કઈ કંપનીઓ મૂનલાઇટિંગને આપે છે મંજૂરી?
પાછલા મહિને ઓન-ડિમાન્ડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીએ પોતાના કર્મચારીઓ માટે એક નવી 'મૂનલાઇટિંગ' નીતિ રજૂ કરી હતી, જે તેને વધુ પૈસા બનાવવા માટે બહારના કામ લેવા દેશે. સ્વિગીમાં માનવ સંસાધન પ્રમુખ ગિરીશ મેનને એક નિવેદનમાં કહ્યું- મૂનલાઇટિંગ પોલિસીની સાથે અમારૂ લક્ષ્ય કર્મચારીઓને અમારી પાસે પૂર્ણકાલિન રોજગારને કારણે કોઈ વિગ્ન વગર પોતાના જુસ્સાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. આ વિશ્વ સ્તરીય પીપલ ફર્સ્ટ સંગઠન બનાવવાની દિશામાં અમારૂ વધુ એક પગલું છે. 


આ પણ વાંચોઃ ગૌતમ અદાણીએ એક વર્ષમાં દરરોજ 1612 કરોડની કમાણી કરી, આ રીતે બન્યા વિશ્વના બીજા ધનીક


ભારતમાં મૂનલાઇટિંગને લઈને હંગામા વચ્ચે ક્લાઉડ પ્રમુખ આઈપીએમે પાછલા સપ્તાહે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રથા નૈતિક નથી અને કંપની કાર્યસ્થળ પર આ પ્રકારના વ્યવહારને પ્રોત્સાહન આપતી નથી. આઈપીએમ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ પટેલે કહ્યુ કે કંપનીની સ્થિતિ દેશમાં સમગ્ર ઉદ્યોગની છે. 


તેમણે કહ્યું, અમારા બધા કર્મચારી જ્યારે કાર્યરત થાય છે તો તે એક સમજુતી પર સહી કરે છે જે કહે છે કે તે આઈબીએમ માટે પૂર્ણકાલિન કામ કરવા જઈ રહ્યાં છે. તેથી મૂનલાઇટિંગ તેના માટે નૈતિક રૂપથી યોગ્ય નથી. મૂનલાઇટિંગ કર્મચારીઓને તેના પ્રાથમિક કાર્ય કલાકોની બહાર કામ કરવાની મંજૂરી આપે છે. સ્વિગી જેવા કેટલાક સ્ટાર્ટઅપ અને યુનિકોર્ને આ પ્રથાને પ્રોત્સાહન આપ્યું છે, જ્યારે ઘણી કંપની તેને છેતરપિંડી ગણાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube