નોકરીની ઓફર પર મહિલાનો જવાબ- `આપી શકશો પેકેજ... મારો પગાર તમે એકત્રિત કરેલા ફંડ કરતાં વધુ છે`
નોકરીની ઓફર પર એક મહિલાએ એવો જવાબ આપ્યો કે કંપનીના ફાઉન્ડર આશ્ચર્યચકિત થઈ ગયા. બે વર્ષ પછી પણ સંસ્થાપક મહિલા એન્જિનિયરનો જવાબ ભૂલી શક્યા નથી.
એક કંપનીના સ્થાપક અને સીઈઓએ એક મહિલાને નોકરીની ઓફર કરી. મહિલા સોફ્ટવેર એન્જિનિયર હતી. સીઈઓએ મહિલાને પૂછ્યું કે શું તેને મારી કંપનીમાં કામ કરવામાં રસ છે. મહિલાએ આ સવાલનો જવાબ એવી રીતે આપ્યો કે બે વર્ષ પછી પણ સીઈઓ તે જવાબ વિશે વિચારી રહ્યા છે. જો કે, મહિલાએ સીઈઓ સામે ખૂબ જ ઈમાનદારીથી પોતાની વાત રાખી હતી. હકીકતમાં, હેલ્થકેર સ્ટાર્ટઅપ વોલનટના સ્થાપક અને સીઈઓ રોશન પટેલે બે વર્ષ પહેલા એક મહિલા સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી હતી.
તે સપ્ટેમ્બર 2021 ની વાત છે પછી વોલનટે પ્રી-સીડ રાઉન્ડમાં ભંડોળ એકત્ર કર્યું. ત્યારે રોશન પટેલ પોતાની ટીમનો વિસ્તાર કરી રહ્યા હતો. તેમને તેમના સ્ટાર્ટઅપ માટે સક્ષમ લોકોની જરૂર હતી. આ દરમિયાન તેમણે મહિલા સોફ્ટવેર એન્જિનિયરને નોકરીની ઓફર કરી. પટેલે લખ્યું- 'મારી પાસે એક સ્ટાર્ટઅપ છે, જે હેલ્થકેર બજેટને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તાજેતરમાં પ્રિ-સીડ રાઉન્ડ ઓફ ફંડિંગ એકત્ર કર્યું છે. અમે પ્રતિભાશાળી ઇજનેરોની ભરતી કરવા માંગીએ છીએ. શું તમારી સાથે વાતચીત થઈ શકે છે?
એકત્ર કરાયેલ ભંડોળ કરતાં વધુ પગાર
મહિલા એન્જિનિયરે પટેલને જવાબમાં લખ્યું હતું કે તેમની વર્તમાન સીટીસી વોલનટના પ્રિ-સીડ રાઉન્ડમાં એકત્ર કરાયેલા ફંડ કરતાં વધુ છે. મહિલાએ લખ્યું- 'હાય રોશન, મેં હમણાં જ ક્રંચબેઝ પર તપાસ કરી છે અને મારો વર્તમાન પગાર તમારા આખા પ્રી-સીડ રાઉન્ડ કરતાં વધુ છે.' આ જવાબને સોશિયલ મીડિયા પર શેર કરતા રોશન પટેલે લખ્યું કે હું હજુ પણ બે વર્ષ પહેલા થયેલી આ વાતચીત વિશે વિચારી રહ્યો છું. પટેલનું આ Tweet સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં પુરાવાના અભાવે સૂરજ પંચોલી નિર્દોષ છૂટ્યો
રાત્રે એવું તે શું થાય છે કે રડવા લાગે છે કૂતરા? કારણ જાણીને દંગ રહી જશો
તેજ પ્રતાપ યાદવે બાગેશ્વર બાબાને આપ્યું અલ્ટીમેટમ! બિહારમાં દરબાર પર કહી મોટી વાત
Tweet સોશિયલ મીડિયા પર વાયરલ
આ Tweetને 30 લાખથી વધુ વ્યૂઝ અને 24,000થી વધુ લાઈક્સ મળ્યા છે. સોફ્ટવેર એન્જિનિયરના જવાબથી સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ન્યૂયોર્ક સ્થિત વોલનટે 2022માં પ્રી-સીડ રાઉન્ડમાં $3.6 મિલિયન એકત્ર કર્યા હતા. સામાન્ય રીતે લોકો આ રીતે નોકરીની ઓફરનો જવાબ આપતા નથી. આ જ કારણ છે કે મહિલા એન્જિનિયરનો જવાબ બધાને ચોંકાવી રહ્યો છે.
રોશન પટેલ ગયા મહિને પણ સમાચારમાં હતા જ્યારે તેણે AIનો ઉપયોગ કરીને નકલી LinkedIn પ્રોફાઇલ બનાવી હતી. આ પછી 24 કલાકની અંદર ફંડિંગ ઓફર મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube