Women's Day 2023: આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. મહિલાઓ હવે પુરુષ સમોવડી નહીં પણ દરેક ક્ષેત્રમાં પુરુષો કરતા પણ ચાર કદમ આગળ છે. ઘરની જવાબદારીઓની સાથો-સાથ સ્ત્રીઓ ઓફિસ કે કામની જવાબદારી પણ બખુબી નિભાવી જાણે છે. તેમનામાં મલ્ટી ટાસ્કીંગ પાવર પુરુષોની સરખામણીએ વધારે હોય છે. મહિલાઓ હંમેશા દરેક કામમાં સારા હોય છે. ઘર સંભાળવાથી લઈને તમામ કાર્ય સારી રીતે કરે છે. પરંતુ ઘણી વખત ઘરની જવાબદારીઓના કારણે તે પોતાની કારર્કિદી બનાવવામાં પીછેહઠ કરે છે. પરંતુ આ 5 બિઝનેસ આઈડિયા તે મહિલાઓને સારી કમાણી કરવામાં મદદરૂપ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ઑનલાઇન બેકરીનો બિઝનેસ-
ભારતમાં  ઑનલાઇન ફૂડ મગાવવું તે એક લોકપ્રિય અને નફાકારક બિઝનેસ છે. જો તમને બેકિંગ ગમે છે. તો તમે બેકરી ખોલી શકો છો. આ ઓછી કિંમતના બિઝનેસ આઈડિયાની સૈૌથી સારી વાત એ છે કે આની અંદર તમે તમારા પોતાના રસોડામાં શરૂ કરી શકો છો. તમારે ફ્કત એક પકવવાની નાની ભઠ્ઠી અને કેટલાક અન્ય ઘટકોની જરૂર પડશે. આ તમને વિવિધ પ્રકારની બ્રેડ, મફિન્સ, કૂકીઝ અને પિઝા વેચવાની મંજૂરી આપે છે.
 
2. મેકઅપ આર્ટિસ્ટ-
મેકઅપ આર્ટિસ્ટ એક એવી વ્યક્તિ છે. જેને મેકઅપ અને બ્યુટી  પ્રોડક્ટ્સ અને પ્રક્રિયાઓની સંપૂર્ણ સમજ હોય છે. મેકઅપ આર્ટિસ્ટ તરીકે સફળ થવા માટે તમારે અન્ય કોઈપણ બિઝનેસની જેમ કોઈ વધારે સખત મહેતન કરવી પડશે નહીં. કેમ કે મેકઅપ આર્ટિસ્ટ તરીકે તમારી જાતને તૈયાર કરવા માટે સમય લાગે છે. પરંતુ તેમને સમય જતા પૈસા પણ સારા મળે છે. એક મેકઅપ આર્ટિસ્ટને ટ્રેન્ડ, ચહેરાના વિવિધ આકારો, ત્વચાના ટોન અનુસાર ઘણી બધી મેકઅપ શૈલીઓ જાણવી જોઈએ


3. બ્લોગર તરીકે કરી શકાય કામ- 
મહિલાઓ માટે ઘરે રહેવા માટે બ્લોગિંગ તે એક સારું કામ છે. આમાં તમે ઈચ્છો તેટલા કલાક કામ કરી શકો છો. તમારે ફક્ત એક વેબસાઇટ બનાવવાની છે અને તમારી રુચિઓ વિશે લેખો લખવાનું છે. લોકોને આ કરવા માટે ચૂકવણી કરવામાં આવે છે. તમે તમારી રુચિઓના આધારે બ્લોગ શરૂ કરી શકો છો. તમે ફૂડ બ્લોગિંગ, ટ્રાવેલ બ્લોગિંગ, બ્યુટી બ્લોગિંગ, ફોટોગ્રાફી બ્લોગિંગ અને ચાઈલ્ડ કેર પર બ્લોગિંગ કરી શકો છો.
  
4. ફેશન ડિઝાઈનર-
કપડાં. જવેલર્સનો બિઝનસ વિશ્વભરની મહિલાઓમાં હંમેશા ફેમસ રહ્યો છે. જો તમને સ્ટાઈલ, ફેશનની ઊંડી સમજ હોય અને કપડાં ડિઝાઈન કરવાનો શોખ હોય તો તમે આમાં તમારી કારર્કિદી બનાવી શકો છો.  ફેશનેબલ અને આરામદાયક કપડાં બનાવીને તમારા ગ્રાહકોને કસ્ટમાઇઝ કરો.
 
5. યોગા ટીચર-
આજ કાલ યોગનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો પોતાને ફિટ રાખવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. યોગા ટીચર તે આજના વ્યસ્ત કાર્યકાળમાં તે એક સારો વિકલ્પ બની શકે છે.