નવી દિલ્હી: પોતાના ભારેખમ ફળોના લીધે 'ફળોની રાણી'ના રૂપમાં જાણીતિ 'નૂરજહાં'નો પાક ગત વર્ષે ભીષણ ગરમીના પ્રકોપના લીધે બરબાદ થઇ ગયો હતો પરંતુ આ દુલર્ભ જાતિની કેરી ખાવાની ઇચ્છા ધરાવનારાઓ માટે સારા સમાચાર છે કે હાલ સીઝનમાં તેના ઝાડ પર ફળોની બહાર આવી છે. અફઘાનિસ્તાની મૂળની ગણાતી કેરીની પ્રજાતિ 'નૂરજહાં'ના ગણ્યાગાંઠ્યા ઝાડ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જ જોવા મળે છે. માંગ વધતાં તેના એક ફળની કિંમત 500 રૂપિયા સુધી પહોંચી જાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000 રૂપિયામાં ઇચ્છો છો વિદેશી ફોન જેવા ફીચર્સ? માર્કેટમાં આવ્યો આ સ્માર્ટફોન


એક ફળની કિંમત 500 રૂપિયા
નૂરજહાં ફળોની સીમિત સંખ્યાના લીધે શોખીન લોકો ત્યારે જ તેનું પહેલાં બુકિંગ કરાવી લે છે, જ્યારે તે ડાળ પર લટકીને પાકી રહ્યા હોય છે. નૂરજહાંના ફળ લગભગ એક ફૂટ સુધી લાંબા હોઇ શકે છે. તેના ગોટલાનું વજન 150 થી 200 ગ્રામ વચ્ચે હોય છે. નૂરજહાંના ફળોની સીમિત સંખ્યાના લીધે શોખીન લોકો ત્યારે તેનું પહેલાંથી જ બુકિંગ કરી લે છે. માંગ વધતાં તેના એક ફળની કિંમત 500 રૂપિયા સુધી પહોંચી જાય છે.

હવે પેટ્રોલનું ટેંશન ખતમ, આપશે 60KMની માઇલેજ અને બીજું ઘણુબધુ


કેરીનું વજન 3 કિલો
નૂરજહાં ઝાડ પર જાન્યુઆરીથી મોર આવવાનું શરૂ થયા હતા અને તેના ફળ જૂનના અંતિ સુધી પાકીને તૈયાર થશે. આ વખતે તેના એક ફળનું સરેરાશ વજન 2.5 કિલોગ્રામની આસપાસ રહેવાનું અનુમાન છે.જો કે આ વાત ચોંકાવનારી છે કે એક જમાનામાં નૂરજહાંના ફળનું સરેરાશ વજન 3.5 થી 3.75 કિલોગ્રામ વચ્ચે હતું. જાણકારોના અનુસાર ગત એક દાયકા દરમિયાન ચોમાસાના વરસાદમાં મોડું, ઓછો વરસાદ અને આબોહવાના અન્ય ઉતાર-ચઢાવના લીધે નૂરજહાંના ફળ વજન સતત ઘટી રહ્યું છે.

Exit Poll Impact: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારો માટે કમાણીની મોટી તક


જળવાયું પરિવર્તનની અસરના લીધે કેરીની આ દુલર્ભ જાતિના અસિસ્તવ પર સંકટ વર્તાઇ રહ્યું છે. કેરીની આ પ્રજાતિ હવામાનમાં ઉતાર-ચઢાવ પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે. તેની દેખરેખ તે પ્રકારે કરવી પડે છે, જેમ કે કોઇ નાના બાળકને ઉછેરીને મોટું કરીએ છીએ. આ વર્ષે મૌસમની મહેરબાની અને યોગ્ય દેખભાળના લીધે નૂરજહાંના ઝાડ પર ભારેખમ ફળોથી લદેલા છે અને લોકો તેની મજા માણી શકશે.