China Gathers India Ocean Countries: ચીન સતત ભારત સાથે અવળચંડાઈ કરતું આવ્યું છે. આ વખતે ભારતની દબાવવા ચીને વધુ એક અવળચંડાઈ ભર્યું કામ કર્યું છે. ચીને હવે હિંદ મહાસાગરમાં પોતાનું ઝાળ બિછાવ્યું છે. હિંદ મહાસાગરમાં ચીન ધીરે ધીરે પોતાની પકડ સતત મજબૂત બનાવવા મથી રહ્યું છે. હાલમાં જ યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભારતની ગેરહાજરીમાં ચીને પોતાની ચાલ રમવાનો પ્રયાસ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીને આ અઠવાડિયાની શરૂઆતમાં જ હિંદ મહાસાગર મુદ્દે 19 દેશો સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં ભારતની ગેરહાજરી હોવાથી ચીને એનો ફાયદો ઉઠાવવાનો પુરે પુરે પ્રયાસ કર્યો હતો. ચીને આ સપ્તાહની શરૂઆતમાં હિંદ મહાસાગર ક્ષેત્રના 19 દેશો સાથે બેઠક યોજી હતી, જેમાં ભારત સિવાય દક્ષિણ એશિયાના તમામ દેશોનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં ભારતને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બેઠક વ્યૂહાત્મક દરિયાઈ ક્ષેત્રમાં બેઈજિંગના વધતા પ્રભાવ અને મુખ્ય દરિયાઈ વેપાર માર્ગની નવીનતમ નિશાની છે. ચીનના વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી સંસ્થા ચાઈના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સી (CIDCA)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 21 નવેમ્બરે ઈન્ડિયન ઓશન રિજનલ ફોરમ ઓન ડેવલપમેન્ટ કોઓપરેશનની બેઠકમાં 19 દેશોએ ભાગ લીધો હતો.


ચીન પાકિસ્તાન અને શ્રીલંકા સહિત અનેક દેશોમાં બંદરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ સાથે વ્યૂહાત્મક હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રભાવ વધારવા માટે પ્રયત્નશીલ છે. ચીન સ્પષ્ટપણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મજબૂત પ્રભાવનો સામનો કરવાનો ધ્યેય રાખે છે, જ્યાં ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA) જેવા ભારત તરફી સંગઠનો, જેમાં 23 દેશો સભ્યો છે, મજબૂત મૂળ ધરાવે છે.


આ ફોરમનું આયોજન ચાઈના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સી (CIDCA) દ્વારા કરવામાં આવ્યું હતું. તે એક સરકારી એજન્સી છે જેનું નેતૃત્વ લુઓ ઝાઓહુઈ, ભૂતપૂર્વ ઉપ વિદેશ મંત્રી અને ભારતમાં ચીનના રાજદૂત છે. સંસ્થાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ઝાઓહુઇ CIDCA નેતૃત્વ જૂથના સચિવ છે. જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ચીને ભારતની ભાગીદારી વિના કોવિડ-19 રસી સહયોગ પર દક્ષિણ એશિયાના કેટલાક દેશો સાથે બેઠક કરી હતી.


ચીને કઈ રીતે હિંદ મહાસાગરમાં કેવી રીતે બિછાવ્યું ઝાળ?
વિશાળ દરિયાઈ પ્રદેશમાં તેના પ્રભાવના ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે આ મંચનો ઉપયોગ કરીને, ચીને હિંદ મહાસાગર ક્ષેત્ર (IOR)ના દેશો સાથે દરિયાઈ આપત્તિ નિવારણ અને શમન સહકાર મિકેનિઝમ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બેઠકના અંતે બહાર પાડવામાં આવેલા CIDCA નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન જરૂરિયાતમંદ દેશોને જરૂરી નાણાકીય, સામગ્રી અને તકનીકી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. ચીને યુનાન પ્રાંતના સમર્થન સાથે ચીન અને હિંદ મહાસાગર ક્ષેત્રના દેશો માટે બ્લુ ઈકોનોમી થિંક ટેન્ક નેટવર્કની સ્થાપનાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, એમ નિવેદનમાં જણાવાયું છે.


કયા-કયા દેશોએ લીધો હતો બેઠકમાં ભાગ?
ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ, અફઘાનિસ્તાન, ઈરાન, ઓમાન, દક્ષિણ આફ્રિકા, કેન્યા, મોઝામ્બિક, તાંઝાનિયા, સેશેલ્સ, મેડાગાસ્કર, મોરેશિયસ, જીબુટી અને ઓસ્ટ્રેલિયા સહિત 19 દેશો અને ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠકમાં ભાગ લીધો આ બેઠક યુનાન પ્રાંતના કુનમિંગમાં વહેંચાયેલ વિકાસ દરિયાઈ અર્થતંત્રના સિદ્ધાંત પર આધારિત હાઇબ્રિડ ડાયરેક્ટ-ઓનલાઈન મોડમાં યોજાઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube