નવી દિલ્હી : એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ ચીન લાંબા સમયથી ધુંધલા વાતાવરણનો ભોગ બની રહ્યો છે. જો કે હાલ વિશ્વની સૌથી ઝડપી વિકસી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ ભારત ભારત પણ પ્રદૂષણનો માર સહી રહ્યો છે. વિશ્વનાં 10 સૌથી પ્રદૂષિત શહેરો ભારતમાં જ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુસુમ તોમરને વિશ્વની સૌથી વધારે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાનું દુષ્પરિણામ ભોગવવું પડી રહ્યું છે. એક અગ્રણી વેબસાઇટનાં અહેવાલ અનુસાર 29 વર્ષની તોમરને ફેફસાનું કેન્સર થયું છે. જો કે તેણે ક્યારે સિગરેટને હાથ પણ નથી લગાવ્યો. તેનાં પતિ વિવેકે સારવાર કરાવવા માટે જમીન વેચી દીધી. પોતાની પાસે રહેલી તમામ બચત અને મુડી પણ ખર્ચ થઇ ગઇ અને પરિવાર પર ઘણુ દેવું પણ થઇ ગયું.

તોમરે કહ્યું કે, દેશની આર્થિક વિકાસ અંગે વિચારે છે પરંતુ લોકો બિમારીના કારણે મરી રહ્યા છે. જો અમારા દેશનાં લોકો બીમારીનાં કારણે આર્થિક સમસ્યાઓ સામે જઝુમી રહ્યા છે તો અર્થવ્યવસ્થા કઇ રીતે વિકસિત થઇ શકે છે ? મોદી સરકારનું કહેવું છે હવામાં પ્રદૂષણ ઓછુ કરવા માટે પ્રદૂષણ ઉઠાવાઇ રહ્યા છે. જો કે ગાડીમાંથી નિકળતો ધુમાડો અને કન્સ્ટ્રક્શન સાઇટની ધૂળથી વધી રહેલા પ્રદૂષણને અટકાવવા માટે શું આ પગલું પર્યાપ્ત થશે ?

શિયાળાની શરૂઆત થતાની સાથે જ મોદી સરકારની નીતિઓની પરિક્ષા થવાની છે. હાલમાં મોટા પ્રમાણમાં પાક સળગાવવામાં આવી રહ્યો છે અને દિવાળી પર વાયુ પ્રદૂષણ ખતરનાક થતું જાય છે. જો સફળ રીતે નીતિઓને લાગુ કરવામાં આવે છે તો ભારતના લોકો અને સરકાર વધારે અમીર થઇ શકે છે. વિશ્વ બેંકનાં આંકડાઓ અનુસાર હેલ્થ કેર ફી અને પ્રદૂષણનાં કારણે પ્રોડક્ટિવિટીને નુકસાન પહોંચી રહ્યું છે. આ નુકસાન ભારતની જીડીપીનાં 8.5 ટકા છે. 

હાલના સમયે વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે. જો કે ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા પાંચ ગણી મોટી છે. ભારતમાં હવે નિર્માણને વધારવામાં આવી રહ્યું છે અને એટલા માટે પ્રદૂષણ વધવાની આશંકા છે. અરવિંદ કુમારે જ્યારે સર ગંગારામ હોસ્પિટલમાં ચેસ્ટ સર્જન સ્વરૂપે પ્રૈક્ટિસ ચાલુ કરી હતી તો ફેફસાનાં કેન્સરનાં મોટા ભાગનાં દર્દીઓ સ્મોકર હતા. જો કે હવે 60 ટકા કરતા પણ વધારે દર્દીઓ એવા હોય છે જેમણે ક્યારે સ્મોકિંગ કર્યું જ નથી હોતું. ઉપરાંત તેમાં મોટા ભાગે મહિલાઓ હોય છે. 

હવામાં રહેલા નાના નાના કણ શ્વાસને લગતી બિમારી, લંગ કેન્સર જેવી બિમારીઓ પેદા કરે છે. 2015માં આ બિમારીનાં કારણે 11 લાખ લોકોનાં મોત નિપજ્યા છે. શિકાગો યૂનિવર્સિટીનાં પ્રોફેસર માઇકલ ગ્રીન્સ્ટોનનું કહેવું છે કે ભારતમાં વાયુ પ્રદૂષણ ઘટાડવાની માંગ પ્રભાવી રીતે નહી ઉઠી રહી તે પણ ચિંતાનો વિષય છે. ભારતમાં વાયુપ્રદૂષણનાં કારણે થનારા મોતનો અભ્યાસ કરવો જરૂરી છે. 

પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, અમે અત્યારે તો એમ ન કહી શકીએ કે બધુ ઠીક છે પરંતુ સુધારો થઇ રહ્યો છે. મોદી સરકારે સોલર પાવરને ઉત્તેજન આપી રહી છે. લોકોને ગેસ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. ખેતરોમાં પાકનાં અવશેષ સળગાવવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યા છે. પર્યાવરણવિદ હજી પણ શુદ્ધ હવા માટે પ્રભાવી પગલાની રાહ જોઇ રહ્યા છે.