એક જ સફરમાં 2 વાર સૂર્યોદય... દુનિયામાં પ્રથમ વખત આ ફ્લાઈટમાં જોવા મળશે અનોખો નજારો
Qantas Airways: આ ફ્લાઈટની એક ખાસિયત એ પણ હશે કે તમને દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટમાં મુસાફરી કરવાનો મોકો મળશે. આ ઉપરાંત મુસાફરો એક જ મુસાફરીમાં બે વાર સૂર્યોદય જોઈ શકશે. આ રોમાંચક પ્રવાસ માટે ફ્લાઇટને ખાસ તૈયાર કરવામાં આવી છે.
Passengers Witness 2 Sunrises: જો કે, લાંબા અંતરની ફ્લાઈટ્સ હંમેશા રોમાંચક હોય છે અને આ ફ્લાઈટ આજકાલ મુસાફરીનો એક સામાન્ય ભાગ બની ગઈ છે. કેટલીક વખત 10થી 15 કલાકની ફ્લાઇટ હવે સામાન્ય માનવામાં આવે છે. આ બધાની વચ્ચે એક એરલાઈને અદભૂત કામ કર્યું છે. ઓસ્ટ્રેલિયાની ક્વાન્ટસ એરવેઝનો 'પ્રોજેક્ટ સનરાઇઝ' મુસાફરોની ઘણી ધારણાઓને બદલવા માટે તૈયાર છે. ક્વાન્ટસની સિડનીથી લંડન અને ન્યૂયોર્ક માટે નોન-સ્પોપ 19 થી 22 કલાકની ફ્લાઈટ શરૂ કરવાની યોજના છે. સૌથી ખાસ વાત એ હશે કે આ યાત્રા દરમિયાન તમને બે વાર સૂર્યોદય જોવાનો મોકો મળશે.
આ પ્રોજેક્ટને 'પ્રોજેક્ટ સનરાઇઝ' નામ આપવામાં આવ્યું છે, કારણ કે મુસાફરો આ મુસાફરી દરમિયાન બે વાર સૂર્યોદય જોઈ શકશે. આ ફ્લાઇટ વિશ્વની સૌથી લાંબી કમર્શિયલ ફ્લાઇટ હશે, જેનો રેકોર્ડ હાલમાં સિંગાપોર એરલાઇન્સની ન્યૂયોર્કથી સિંગાપોર સુધીની 18 કલાકની લાંબી ફ્લાઇટના નામે છે. હાલમાં આ નવી ફ્લાઇટથી મુસાફરોનો સમય લગભગ ચાર કલાક સુધી બચાવી શકાશે.
BCCIએ ICCના ખંભા પર રાખીને ચલાવી 'બંદૂક', PCBના પ્લાન પર ફરી વળ્યું પાણી
આ ફ્લાઇટની ખાસ ડિઝાઇન અને તૈયારી
આટલી લાંબી ઉડાનનો અનુભવ સરળ નથી, પરંતુ ક્વાન્ટસે તેને આરામદાયક બનાવવા માટે બોઇંગ અને એરબસ સાથે મળીને ખાસ એરક્રાફ્ટ તૈયાર કર્યા છે. પ્રોજેક્ટ સનરાઇઝ પર ચર્ચા 2017 માં શરૂ થઈ હતી અને હવે 2026માં શરૂ કરવામાં આવશે, જે ઉડ્ડયન ઈતિહાસમાં એક નવો સીમાચિહ્નરૂપ હશે.
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
ક્વાન્ટસના CEOએ શું કહ્યું?
ક્વાન્ટસના CEO વેનેસા હડસને તાજેતરમાં લોસ એન્જલસમાં એક હેંગરમાં આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયન લોકોની મુસાફરી કરવાની ઈચ્છાને દર્શાવે છે. તેમણે કહ્યું કે, આ લાંબી ફ્લાઇટ ખાસ કરીને એરબસ A350 દ્વારા વિશ્વને જોવાની નવી અને શ્રેષ્ઠ રીત સાબિત થશે.
મુસાફરીમાં આરામ અને સલામતી
ક્વાન્ટસ એરલાઇન્સનું કહેવું છે કે, તેનું ખાસ ડિઝાઇન કરાયેલ એરબસ A350 એરક્રાફ્ટ મુસાફરોને લાંબા અંતરની મુસાફરીમાં આરામ અને સલામતી પ્રદાન કરશે. આ એરક્રાફ્ટ દ્વારા ઓસ્ટ્રેલિયાથી દુનિયાના કોઈપણ શહેરમાં સરળતાથી પહોંચી શકાય છે.