આ દિવસે જન્મેલા નાની ઉંમરમાં બને છે અરબપતિ, તમારો જન્મદિવસ કયો છે?
દરેક અમીર બનવા માંગે છે. તેના માટે તમામ લક્ષ્ય નક્કી કરે છે. સાથે જ રોકાણને લઇને ખૂબ જ સતર્ક રહે છે. પરંતુ એવું કોઇ નથી જે અમીર અથવા કરોડપતિ બનવા માંગતું ન હોય. તાજેતરમાં જ ફોર્બ્સ મેગેજીને દુનિયાના ટોપ અમીરોની યાદી જાહેર કરી છે. યાદીમાં 21 વર્ષથી 99 વર્ષ સુધીના નામ છે.
નવી દિલ્હી: દરેક અમીર બનવા માંગે છે. તેના માટે તમામ લક્ષ્ય નક્કી કરે છે. સાથે જ રોકાણને લઇને ખૂબ જ સતર્ક રહે છે. પરંતુ એવું કોઇ નથી જે અમીર અથવા કરોડપતિ બનવા માંગતું ન હોય. તાજેતરમાં જ ફોર્બ્સ મેગેજીને દુનિયાના ટોપ અમીરોની યાદી જાહેર કરી છે. યાદીમાં 21 વર્ષથી 99 વર્ષ સુધીના નામ છે. જે અરબોની સંપત્તિના માલિક છે. પોતાની મહેનત અને લગનના જોરે તેમને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી, પરંતુ કેટલાક લોકો તેના પાછળ એક મોટું ફેક્ટર (ન્યૂમરોલોજી)ને ઉમરે છે. આવો જાણીએ કેવી રીતે ન્યૂમરોલોજી અરબોની સંપત્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
શું છે અમીર બનવા પાછળ ફેક્ટર
અમીર બનવા માટે મહેનત અને લગન ઉપરાંત નસીબનો સાથ હોવો પણ જરૂરી છે. જોકે રાશિ, પેદા થનાર દિવસથી તેની ઉપલબ્ધિઓને સાથે જોડવામાં આવે છે. એક વેબસાઇટે ફોર્બ્સની નવી યાદીમાં ઓછી ઉંમરના અરબપતિઓ અને તેના જન્મનો દિવસ મુજબ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં કયા દિવસે જન્મનાર સૌથી વધુ અમીર બની શકે છે.
સૌથી ઓછી ઉમરના અમીર
સૌથી નાની ઉંમરના અરબપતિ નાર્વેની અલેક્ઝેંડ્રા એંડરસન છે, જે 21 વર્ષની ઉંમરમાં અરબપતિ બની છે. તેમની પાસે 9750 કરોડની સંપત્તિ છે. તો બીજી તરફ પેટીએમના ફાઉન્ડર 37 વર્ષના વિજય શેખર શર્મા ભારતના સૌથી નાની ઉંમરના અરબપતિ છે.
શુક્રવારે જન્મેલા લોકો વધુ અમીર હોય છે
જ્યોતિષાચાર્ય ડો. દિપક શુક્લાના અનુસાર, ન્યૂમરોલોજીનું લોકોના જીવનમાં ખૂબ મહત્વ છે. આ વાત બિલકુલ યોગ્ય છે કે શુક્રવારે જન્મેલા લોકો વધુ અમીર બને છે. આ ઉપરાંત તેમની ડેટ ઓફ બર્થને ભેગી કરીને જે નંબર બને છે તેનાથી પણ નક્કી થાય છે કે તેમનું ભાગ્ય કેવું રહેશે. ફોર્બ્સની યાદીમાં સૌથી વધુ ઓછી ઉંમરના અમીરોની યાદીમાં શુક્રવારે જન્મેલા લોકોની સંખ્યા વધુ છે. ભારત અને દુનિયાભરના અમીરોની યાદીના અલગ-અલગ સર્વેમાં આ વાત સામે આવી કે યુવા અમીરોની યાદીમાં 25 ટકા લોકો એવા હતા, જેમનો જન્મ શુક્રવારે થયો હતો.
કયા દિવસે જન્મ્યા આ અમીર
પૈટ્રિક કોલિસન, લુકાસ વાલ્ટન, આચાર્ય બાલકૃષ્ણ અને કલાનિધિ મારન જેવા અરબપતિઓનો જન્મ શુક્રવારે થયો હતો. બીજા નંબર પર રવિવારે દિવસ આવે છે. આ દિવસે વિજય શેખર શર્મા, કૈથરીના એંડરસન જેવા નામ સામેલ છે.
કયા દિવસે પેદા થનાર કેટલા અમીર
- શુક્રવાર- 25 ટકા
- રવિવાર- 20 ટકા
- સોમવાર- 17.5 ટકા
- બુધવાર- 15 ટકા
- મંગળવાર- 12.5 ટકા
- ગુરૂવાર- 10 ટકા
- શનિવાર: ટોપ 40માં કોઇ નહી
કુંભ રાશિવાળા વધુ અરબપતિ
રાશિઓના આધાર પર દુનિયાભરના ટોપ 100 અમીરોમાં સૌથી વધુ કંભ રાશિવાળા લોકો સામેલ છે. ટોપ 10 અમીરોની યાદીમાં કુભ રાશિના લોકોની સંખ્યા 13 ટકા છે.
કઇ રાશિના કેટલા અરબપતિ
- કુંભ: 12.5 ટકા
- વૃષભ: 10.3 ટકા
- મકર: 10 ટકા
- સિંહ: 9.8 ટકા
- વૃશ્વિક: 9.2 ટકા
- ધન: 8.6 ટકા
- મિથુન: 7.8 ટકા
- મીન: 6.9 ટકા
- કન્યા: 6.7 ટકા
- મેષ: 6.2 ટકા
- તુલા: 6.1 ટકા
- કર્ક: 5.9 ટકા
નોંધ: ફોર્બ્સે આ સર્વે 1996 થી 2015 સુધી દરેક વર્ષે ટોપ 100 અમીરોની યાદીના આધારે કરવામાં આવ્યો હતો. દર વર્ષે ટોપ 100 અમીરોની રાશિના આધાર પર 19 વર્ષોનું સરેરાશ છે.