નવી દિલ્હી: શાઓમીએ ભારતીય સ્માર્ટફોન બજાર બજેટ સેગ્મેંટ પર કબજો કરી લીધો છે. કંપનીના દાવા અનુસાર દરેક 7 માંથી 5 સ્માર્ટફોન શાઓમીના છે. કંપની હવે આ આંકડને વધુ આગળ લઇ જવા માંગે છે. તેના માટે Xiaomi એ દેશભરમાં એમઆઇ સ્ટોર માટે ફ્રેંચાઇઝી આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે કંપની તમને પૈસા ચૂકવ્યા વિના ફ્રેંચાઇઝી આપી રહી છે. તો આવો જાણીએ MI store ની ફ્રેંચાઇઝી માટેની શરતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમઆઇ સ્ટોર ખોલવા માટે શરતો
શાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને નવી દિલ્હીમાં પોતાના નવા સ્માર્ટફોન રેડમી નોટ 6 પ્રોનું ગુરૂવારે લોંચિંગ દરમિયાન એમઆઇ સ્ટોરની ફ્રેંચાઇઝી વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે જો તમે પોતાના ગામ કે શહેરમાં એમઆઇ સ્ટોર ખોલવા માંગો છો તો તમારે ફક્ત એક ફોર્મ ભરવાનું રહેશે. એવામાં દેશનો કોઇપણ સામાન્ય માણસ એમઆઇ સ્ટોર ખોલી શકે છે. મનુ જૈને એ પણ કહ્યું કે જો તમારે ફ્રેંચાઇઝી લેવા માટે પૈસા નથી કંપની તમારા માટે ફંડીગ કરશે. 


ફ્રેંચાઇઝી માટે ફોર્મ ક્યાં મળશે
આ શરતો જાણ્યા બાદ જો તમે Mi Store ખોલવા માંગો તો તમારા માટે તમારે એમઆઇ સ્ટોરની વેબસાઇટ પર જઇને એક ફોર્મ ભરો અને તેમાં રહેઠાણ સહિત અન્ય જાણકારી આપો. ત્યારબાદ તમારા નામની લિસ્ટિંગ કંપનીના રેકોર્ડમાં થઇ જશે. ત્યારબાદ જો કંપનીને તમારું લોકેશન પસંદ આવે છે તો તમને ફ્રેંચાઇઝી મળી જશે. 


ફ્રીમાં કેવી રીતે મળશે Mi Store ની ફ્રેંચાઇઝી, સમજો
સૌથી પહેલાં તમને જણાવી દઇએ કે તમે જ્યાં જે દુકાનમાં સ્ટોર ખોલવા માંગો છો તેના બે ફોટા જોઇએ. ફોટો તમારે દુકાન સામે ઉભા રહીને ક્લિક કરવાનો છે. બીજો ફોટો તે જગ્યાએ ક્લિક કરવાનો છે જ્યાં આસપાસની દુકાનો અને રસ્તો નજરે પડતો હોય.


તમને જણાવી દઇએ કે એમઆઇ સ્ટોરીની ફ્રેંચાઇઝી માટે ફોર્મ તમને કોઇ દુકાન પર નહી મળે. જો તમે એમઆઇ સ્ટોર ખોલવા માંગો છો અને તેના માટે ફોર્મ શોધો તો તમારે ફોન અથવા લેપટોપના બ્રાઉઝરમાં https://in.event.mi.com/in/apply/mistoreapplicationform ટાઇપ કરીને આ લિંક પર જાવ. 


આ લિંક પર ગયા બાદ તમારી સામે ફ્રેંચાઇઝીનું ફોર્મ ખુલી જશે. તેમાં સ્ટોરના નામ સહિત 17 જાણકારી આપવી પડશે. ફોર્મમાં તમારે એ જણાવવાનું રહેશે કે દુકાન તમારી હશે કે ભાડા પર રહેશે. આ ઉપરા6ત તમારી ઉંમર, હાલના પાર્ટનર, જો ભાડા પર હોય તો તેનું ભાડુ કેટલું છે તેની જાણકારી આપવી પડશે. 


ત્યારબાદ તમારે દુકાના બે ફોટા અપલોડ કરવા પડશે જેમાં એક ફોટો તમારે દુકાનની સાથે ફ્રંટનો રહેશે અને બીજો ફોટો એવો હશે જેમાં આસપાસની દુકાનો અને રસ્તો નજરે પડતો હોય. ફોર્મ ભર્યા બાદ શાઓમીના જવાબ માટે તમારે થોડા દિવસ રાહ જોવી પડશે. 


ફોર્મ જોવા માટે તમને આપવામાં આવેલી જાણકારી અને લોકેશન કંપનીને પસંસ્દ આવે છે તો કંપની તમારો સંપર્ક કરશે. જો તમારી પાસે ફ્રેંચાઇઝી લેવા માટે પૈસા નથી તો કંપની તમને તેના માટે ફડીંગ કરશે. જો ફોર્મ ભર્યા બાદ તમને કોઇ કોલ આવતો નથી તો તમે 1800 103 6286 નંબર વાત કરી શકો છો.