નવી દિલ્હીઃ પ્રાઇમરી માર્કેટમાં આ સમયે રોનક જોવા મળી રહી છે. એક્સચેન્જ ધમાકેદાર લિસ્ટિંગના માહોલમાં કંપનીઓ પણ પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરી રહી છે. આગામી સપ્તાહે યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેયર લિ. (Yatharth Hospital)નો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. કંપનીનો આઈપીઓ 26 જુલાઈએ ખુલીને 28 જુલાઈએ બંધ થશે. કંપનીના આઈપીઓ દસ્તાવેજો અનુસાર એન્કર ઈન્વેસ્ટરો માટે 25 જુલાઈથી આઈપીઓ ઓપન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પ્રાઇઝ બેન્ડ
કંપનીએ આ આઈપીઓ માટે 285-300 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. આ સાથે આઈપીઓ માટે 50 શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. આ રીતે આઈપીઓમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 15000 રૂપિયાની જરૂર પડશે. આ ઇનિશિયલ પબ્લિક ઓફર હેઠળ કંપની 490 કરોડ રૂપિયાના નવા મૂલ્યના શેર જારી કરશે. આ આઈપીઓ હેઠળ કંપની કુલ 686.55 કરોડ રૂપિયા ભેગા કરશે. નિચલા સ્તર પર 677 કરોડ રૂપિયા ભેગા કરવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા 10 દિવસો, મળશે જોરદાર ભેટ, વધી જશે પગાર


આ ઉપરાંત, કંપનીના પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટીઓ 65.51 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) લાવશે. કંપની IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ તેના દેવાના બોજને ઘટાડવા, ફાઇનાન્સ મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. અજય કુમાર ત્યાગી અને કપિલ કુમાર આ કંપનીના પ્રમોટર છે. આ IPO હેઠળ વિમલ ત્યાગી, પ્રેમ નારાયણ ત્યાગી અને નીના ત્યાગી જેવા શેરધારકો તેમનો હિસ્સો વેચશે.


શું છે કંપનીનો કારોબાર
મલ્ટી કેયર હોસ્પિટલ ચેનવાળી કંપની યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેયર સર્વિસની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. દિલ્હી એનસીઆરમાં કંપની ટોપ 10 ખાનગી હોસ્પિટલમાં સામેલ છે. તેની 3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દિલ્હી એનસીઆરમાં છે, જે નોઇડા, ગ્રેટર નોઇડા અને નોઇડા એક્સટેન્શનમાં છે. તેમાં નોઇડા એક્સટેન્શન હોસ્પિટલમાં 450 બેડ છે. કંપનીએ મધ્ય પ્રદેશના ઓરછામાં પણ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું અધિગ્રણ કર્યું છે, જેની પાસે 305 બેડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube