નવી દિલ્હીઃ  Year Ender 2024: ભારતીય શેર બજાર માટે 2024 અત્યાર સુધી ઉતાર-ચડાવ ભરેલું રહ્યું. બજારમાં શરૂઆતમાં સારી તેજી જોવા મળી, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં મર્યાદિત અવકાશમાં કારોબાર કર્યો છે, પરંતુ આ દરમિયાન શેર બજારમાં સ્મોલકેપ સ્ટોક્સનો દબદબો રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્મોલકેપ અને મિડકેપ શેરોએ લાર્જકેપ શેરો કરતાં લગભગ 3 ગણું વળતર આપ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના મુખ્ય સૂચકાંક સેન્સેક્સે 2024 ની શરૂઆતથી 20 ડિસેમ્બર સુધી રોકાણકારોને 7.98 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 5,769 પોઈન્ટ વધીને 78,041 પર પહોંચ્યો છે.


મિડકેપ ઈન્ડેક્સે 24.81% વળતર આપ્યું
BSE મિડકેપ ઈન્ડેક્સે આ વર્ષની શરૂઆતથી લઈને 20 ડિસેમ્બર સુધી રોકાણકારોને 24.81 ટકા વળતર આપ્યું છે, જે આ સમયગાળા દરમિયાન લાર્જ કેપ એટલે કે સેન્સેક્સ દ્વારા આપવામાં આવેલા રિટર્ન કરતાં લગભગ ત્રણ ગણું છે. સમીક્ષા સમયગાળા દરમિયાન, BSE મિડકેપ ઈન્ડેક્સ 9,189 પોઈન્ટ વધીને 46,226 પર પહોંચ્યો છે.


આ પણ વાંચોઃ આ સપ્તાહે 4 શેર પર રહેશે ઈન્વેસ્ટરોની બાજ નજર, 3 કંપની ફ્રીમાં આપી રહી છે શેર


સ્મોલકેપ ઈન્ડેક્સે સૌથી વધુ વળતર આપ્યું 
સ્મોલકેપ્સે 2024માં લાર્જકેપ્સ અને મિડકેપ્સ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. BSE સ્મોલકેપ ઈન્ડેક્સે આ વર્ષની શરૂઆતથી લઈને 20 ડિસેમ્બર સુધી 28.29% નું વળતર આપ્યું છે, જે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ દ્વારા આપવામાં આવેલા 7.98%ના વળતરના 3 ગણા કરતાં વધુ છે. આ સમયગાળા દરમિયાન BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 12,162 પોઈન્ટ વધીને 55,149 પર પહોંચ્યો છે.


આ કંપનીઓએ આપ્યું સૌથી વધુ રિટર્ન
2024માં સ્મોલકેપ કંપનીઓમાં સૌથી વધુ 464 ટકાનું રિટર્ન વી2 રિટેલ, 399 ટકાનું રિટર્ન ઈન્ડો ટેક ટ્રાન્સફોર્મર, 323 ટકાનું રિટર્ન શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક, 313 ટકાનું રિટર્ન રેફેક્સ ઈન્ડસ્ટ્રીઝ, 208 ટકાનું રિટર્ન જ્યોતિ સીએનસી ઓટોમેશને આપ્યું છે.


બજાર જાણકારોનું કહેવું છે કે અર્થવ્યવસ્થા મજબૂત હોવાને કારણે 2025 માટે બજારનો આઉટલુક ખુબ સકારાત્મક છે. આગામી વર્ષે વ્યાજદરોમાં કેન્દ્રીય બેન્ક તરફથી ઘટાડો કરવાને કારણે ઈન્વેસ્ટરોનું ફોકસ ઉપભોગ સાથે જોડાયેલા સેક્ટરો પર રહી શકે છે.