નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રમાં કાર્યરત એક મુખ્ય બેંકની 50થી વધુ શાખાઓ બંધ થવા જઇ રહી છે. જો તમારું પણ યસ બેંક (Yes Bank) માં ખાતું છે તો પછી જોઇ લો કારણ કે તેનાથી તમારી ઉપર પણ ફરક પડશે. ફેસ્ટિવલ સીઝનમાં બેંકના પગલાંથી ઘણા ગ્રાહકો પર તેની અસર પડવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે બંધ થઇ રહી છે શાખાઓ
બેંકએ પોતાની ઓપરેશન કોસ્ટમાં 20 ટકાના ઘટાડાનો ટાર્ગેટ રાખો છે. એટલા માટે તે ઘણી જગ્યાએ વધુ ભાડે લેવામાં આવી છે, તેમને બંધ કરી રહી છે. આ બેંકના નવા સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રશાંત કુમારે પીટીઆઇને કહ્યું કે 'બેંક ભાડા અથવા લીઝ પર લેવામાં આવેલા બિનજરૂરી સ્થળોને પરત કરી રહી છે. સાથે જ જે સ્થળો પર ભાડાના દર નવેસરથી નક્કી કરવા માટે વાતચીત કરી રહી છે. કુમારે કહ્યું કે મોટા ડિફોલ્ટર્સ કોર્ટની શરણમાં જઇ રહ્યા છે જેથી મુંબઇના આ બેંકોને લોનની વસૂલીમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યસ બેંકના સહ-સંસ્થાપક તથા મુખ્ય કાર્યકારી રાણા કપૂરના કાર્યાલયમાં કામકાજના સંચાલનમાં ઘણી ખામીઓ સામે આવ્યા પછી ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વામં બેંકોના ગઠબંધનને બેંકમાં પૂંજી નાખીને તેને તેને બચાવી હતી. 


બેંક પાસે 1100 શાખાઓ
બેંક પાસે આખા દેશમાં હાલ 1100થી વધુ શાખાઓ છે. હાલ તે તમામ શાખાઓ પર નવેસરથી વાતચીત કરી રહી છે. બેંકના મધ્ય મુંબઇના ઇન્ડિયાબુલ્સ ફાઇન્સ સેન્ટરમાં પહેલાં જ બે ફ્લોર છોડી દીધા છે. કુમારે કહ્યું કે ઘણી શાખાઓ બિલકુલ નજીક નજીક છે. એવામાં આ આર્થિક દ્રષ્ટિએ વ્યવહારિક નથી. તેમણે કહ્યું કે એટીએમની સંખ્યાને પણ સુસંગત કરવામાં આવી શકે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube