નવી દિલ્હીઃ સંકટમાં ઘેરાયેલી યસ બેન્કના ગ્રાહકોને મંગળવારે મોટી રાહત મળી છે. બેન્કે પોતાના ગ્રાહકોને અન્ય બેન્કના એકાઉન્ટથી પોતાની લોનની ઈએમઆઈ તથા ક્રેડિટ કાર્ડની બાકી રકમની ચુકવણી કરવાની મંજૂરી આપી દીધી છે. બેન્કે કહ્યું કે, તેણે IMPS/NEFTના માધ્યમથી ઇનવાર્ડ પેમેન્ટ્સને ઇનેબલ કરી દીધું છે અને ગ્રાહક પોતાના અન્ય ખાતાથી લોનનો હપ્તો અને ક્રેડિટ કાર્ડના બાકીની ચુકવણી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'શનિવાર સુધી હટી શકે છે પ્રતિબંધ'
આ પગલું બેન્કના નવનિયુક્ત પ્રશાસક પ્રશાંત કુમારના તે નિવેદનના એક દિવસ બાદ સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, બેન્ક પર લાગેલા પ્રતિબંધને શનિવાર સુધી હટાવી શકાય છે. તેમણે તે પણ કહ્યું હતું કે, બેન્ક પોતાના ગ્રાહકોની તમામ સુવિધાઓ શરૂ કરવા માટે કામ કરી રહી છે. 


રિલાયન્સના મુકેશ અંબાણીને પછાડી અલીબાબાના જૈક મા બન્યા એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ

રિઝોલ્યૂશન પ્લાન પર કામ
યસ બેન્ક એક રિઝોલ્યુશન પ્લાન પર પણ કામ કરી રહ્યું છે, જે પ્રમાણે, 10 રૂપિયા પ્રતિ શેર હિસાબથી ભારતીય સ્ટેટ બેન્ક (SBI) તેમાં 49 ટકા ભાગીદારી ખરીદી શકે છે. રેગ્યુલેટર બેન્કને પુનઃ પાટા પર લાવવાને લઈને સરકારની મંજૂરી માટે જલદી ઉભી કરવાનો પ્લાન લાવી શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર