મની લોન્ડ્રિંગ કેસમાં YES બેંકના પૂર્વ CEO રાણા કપૂરની ધરપકડ, 31 કલાકથી ચાલી રહી હતી પૂછપરછ
યસ બેંક (Yes Bank)ના ફાઉન્ડર રહી ચૂકેલા રાણા કપૂર (Rana Kapoor)ને ઇડીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 31 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે 12:00 વાગ્યાથી રાણા કપૂર સાથે ઇડીની પૂરછપરછ ચાલી રહી હતી.
મુંબઇ: યસ બેંક (Yes Bank)ના ફાઉન્ડર રહી ચૂકેલા રાણા કપૂર (Rana Kapoor)ને ઇડીના અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લગભગ 31 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ બાદ તેમની ધરપકડ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી. તમને જણાવી દઇએ કે 12:00 વાગ્યાથી રાણા કપૂર સાથે ઇડીની પૂરછપરછ ચાલી રહી હતી.
આ પહેલાં શુક્રવારે મોડી રાત્રે રાણા કપૂરના વર્લી સ્થિત ઘરે સમુદ્વ મહેલ પર ઇડીએ રેડ પાડી હતી. તમને જણાવી દઇએ કે રાણા કપૂરની જે ધરપકડ થઇ છે તે ડીએચએલએફ અને યૂપી પાવર કોર્પોરેશન લિમિટેડૅમાં જે અનિયમિતતા જોવા મળી હતી, તે મામલે ધરપકડ કરવામાં આવી છે.
આ મામલાને લઇને તેમની પુત્રી પાસેથી પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું જોકે હવે રવિવારે સવારે 4:00 વાગે તેમની ધરપકડ થઇ ગઇ છે. ઇડીના અધિકારી હવે રાણાને કોર્ટમાં રજૂ કરશે અને આગળની કાર્યવાહી કરશે.
તમને જણાવી દઇએ કે ગુરૂવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની તરફથી યસ બેંકના ગ્રાહકો માટે એક સર્કુલર જાહેર કરવામાં આવ્યું હતું જેના હેઠળ કહેવામાં આવ્યું હતું કે 3 એપ્રિલ સુધી 50,000 થી વધુ ઉપાડી શકશો નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube