YES BANK: 200 કરોડના લોન કૌભાંડમાં HDIL ના પ્રમોટર્સ વધાવન બંધુઓ પર કેસ દાખલ
સીબીઆઇએ યસ બેન્કમાં 200 કરોડ રૂપિયા લોન કૌભાંડમાં રીયલ એસ્ટેટ કંપની એચડીઆઇએલ (HDIL)ના ઇડી સારંગ વધાવન અને રાકેશ વધાવન વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: સીબીઆઇએ યસ બેન્કમાં 200 કરોડ રૂપિયા લોન કૌભાંડમાં રીયલ એસ્ટેટ કંપની એચડીઆઇએલ (HDIL)ના ઇડી સારંગ વધાવન અને રાકેશ વધાવન વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે સીબીઆઇએ યસ બેન્કમાં કથિત લોન કૌભાંડ કેસમાં એચડીઆઇએલના પ્રમોટરોના ઘર સહિત મુંબઇમાં 10 જગ્યાએ તલાશી લીધી.