નવી દિલ્હીઃ ઈન્વેસ્ટરો માટે વર્ષ 2023ના શરૂઆતી મહિના સારા રહ્યાં નહીં. પરંતુ હવે બજારનો માહોલ બદલતો જોવા મળી રહ્યો છે. માર્ચના અંતમાં બજારે પોતાની દિશા બદલી. તેજીનો સિલસિલો શરૂ થયો. આ દરમિયાન BSE Sensex અને Nifty 50 ઓલ ટાઈમ ઊંચાઈ પર પહોંચી ગયા. પરંતુ સતત વધારા બાદ બજારમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બજારમાં નફાખોરી થઈ રહી છે. પરંતુ આ તેજીને  કારણે વર્ષ 2023માં સ્ટોક માર્કેટનું રિટર્ન પોઝિટિવ થઈ ગયું છે. સેન્સેક્સે આ વર્ષે 6.18 ટકા રિટર્ન આપ્યું છે. નિફ્ટી 50એ પણ 6.11 ટકાનો પ્રોફિટ કરાવ્યો છે. પરંતુ કેટલીક કંપનીઓના સ્ટોકે નિરાશ કર્યાં છે. આ લિસ્ટમાં યસ બેન્ક, એસબીઆઈ, વોડાફોન આઈડિયા સહિત ઘણી મુખ્ય કંપનીઓ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 મહિનામાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો
પ્રથમ નામ Yes bank નું છે. તેનું કારણ છે કે આ સ્ટોકમાં મોટી સંખ્યામાં રિટેલ ઈન્વેસ્ટરોએ રોકાણ કર્યું છે. 30 જૂને તેના રિટેલ ઈન્વેસ્ટરોની સંખ્યા 48.21 લાખ હતી. આ ઈન્વેસ્ટરોને યસ બેન્કે નિરાશ કર્યાં છે. આ વર્ષે એટલે કે 2023માં યસ બેન્કના શેરમાં 22.17 ટકાનો ઘટાડો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં શેરમાં 3.44 ટકાનો ઘટાડો થયો છે. 18 ઓગસ્ટે આ શેર 0.88 ટકા ઘટી 16.85 રૂપિયા પર બંધ થયો. ખાસ વાત છે કે આ શેરમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે પાછલા મહિને યસ બેન્કના શેર માટે 14 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી હતી. 


આ પણ વાંચોઃ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના LTC નિયમમાં કર્યો ફેરફાર, હવે પહેલા કરતા મળશે વધુ ફાયદો


વોડાફોન-આઇડિયાની ખોટ વધી
આ લિસ્ટમાં  બીજુ નામ વોડાફોન આઈડિયાનું છે. આ સ્ટોકે પણ પોતાના ઈન્વેસ્ટરોને નિરાશ કર્યાં છે. આ વર્ષે સ્ટોકે 4.37 ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે. 18 ઓગસ્ટે આ શેર પર દબાવ જોવા મળ્યો હતો. તેની કિંમત 1.29 ટકા ઘટી 7.65 રૂપિયા પર બંધ થઈ હતી. શુક્રવારે શેરની કિંમતમાં ઘટાડાનું કારણ ટેન્લા પ્લેટફોર્મની જાહેરાત રહી. તેણે કહ્યું કે સેક્યોર એન્ડ એનક્રિપ્ટેડ ઈન્ટરનેસનલ મેસેજિંગ ટ્રાફિક સેવાઓ માટે એગ્રીમેન્ટ આ વર્ષે નવેમ્બર બાદ જારી રાખશે નહીં. વોડાફોન આઈડિયાએ 14 ઓગસ્ટે જૂન ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી. કંપનીની ખોટ આ દરમિયાન વધી 7840 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 


SBI ના શેર પર એનાલિસ્ટનો પોઝિટિવ મત
State Bank Of india નું નામ તે કંપનીઓમાં સામેલ છે, જેણે રોકાણકારોને નિરાશ કર્યાં છે. આ વર્ષે એસબીઆઈના શેર 6.71 ટકાનો ઘટાડો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ શેર 5 ટકા નીચે આવ્યો છે. 18 ઓગસ્ટે બેન્કનો શેર 0.17 ટકાના સામાન્ય ઘટાડા સાથે 571.15 રૂપિયા પર બંધ થયો હતો. જૂન ક્વાર્ટરમાં બેન્કનો પ્રોફિટ ગ્રોથ સુસ્ત રહ્યો. તેના માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો. તેમ છતાં બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે તેના શેરમાં તેજીની આશા વ્યક્ત કરી છે. તેણે શેર માટે 700 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ આપી છે. એસબીઆઈ દેશની સૌથી મોટી બેન્ક છે. તે સરકારી બેન્ક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube