યશ કંસારા, અમદાવાદઃ હવાઈ જહાજ (Aeroplane) માં ફરવું હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ કેટલાક મહત્વાકાંક્ષી લોકો એવા પણ હોય છે જે પ્લેનમાં ફરવા સાથે ખુદનું પ્રાઈવેટ પ્લેન પણ ખરીદવાનું સપનું જોઈ છે. એવું કરવું થોડું મુશ્કેલ જરુર છે, પણ નામુમકિન નથી. તમે પણ એરોપ્લેન માટે લોન લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે નક્કી થાય છે એરોપ્લેનની કિંમતો-
પ્રાઈવેટ પ્લેન લેવા માટે સૌથી પહેલાં તેની કિંમતો જાણી લો. વિમાની કિંમત હવાઈ જહાજની કંપનીઓ સાઈઝ, બેસવાની ક્ષમતા, હાઈટેક ફિચર્સ, સુવિધાઓને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે. દુનિયામાં વિમાન બનાવવા વાળી સૌથી મોટી કંપની બોઈંગ છે. આ અમેરિકન કંપની સમગ્ર દુનિયામાં એરોપ્લેન સપ્લાઈ કરે છે.


કેટલામાં આવે છે એક એરક્રાફટ-
ભારતમાં ઉપયોગમાં લેવાતા યાત્રી વિમાનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ બોઈંગ વિમાનનો ઉપયોગ લેવાય છે. મોડલના આધારે તેની કિંમતો 775 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. એટલે વિમાન ખરીદવા માટે તમારે બિલ્યનેર ગૃપમાં સામેલ થવું પડશે. જોકે, હેલીકોપ્ટર ખરીદવા માટે તમારે 10 કરોડ સુધીનો ખર્ચ થશે.


આટલા વર્ષ હોય છે વિમાનની ઉંમર-
એરોસેમ.કોમ વેબસાઈટના મુજબ એક વિમાનની ઉમર તેની ગુણવત્તા અને ક્ષમતાના આધારે નક્કી થાય છે. જે 20થી 36 વર્ષની હોય છે. તેવી જ રીતે હેલીકોપ્ટરની લાઈફલાઈન 10થી 15 વર્ષ સુધીની હોય છે.


એરપોર્ટ પર લેવી પડે છે પાર્કિંગ ફેસેલિટી-
આ વિમાનો અને હેલીકોપ્ટરને પાર્ક કરવા માટે તમારે એરપોર્ટ પર જગ્યા બૂક કરવાની હોય છે અને તમારે તેનો પાર્કિંગ ચાર્જ પણ આપવો પડે છે. જ્યારે, પણ તમે તમારા પ્રાઈવેટ એરપ્લેન કે હેલીકોપ્ટરની યાત્રા કરો છો તો તેના માટે સંબંધિત એરપોર્ટને સુચના આપવી પડે છે. જે બાદ એર ટ્રાફિક કંટ્રોલ લેન્ડ કરવાની તમને પરવાનગી આપે છે.


વિમાન ખરીદવા મળે છે લોન-
પ્રાઈવેટ પ્લેન કે હેલીકોપ્ટર ખરીદવા માટે જો પૈસા ઓછા પડતા હોય તો ગાડી અને ઘરની જેમ પ્લેન કે હેલીકોપ્ટર ખરીદવા માટે પણ બેન્ક લોન આપે છે. દેશમાં ઘણા એવા બિઝનેસમેન છે, જેમણે લોન લઈને પ્રાઈવેટ જેટ અથવા તો હેલીકોપ્ટર ખરીદ્યા છે.