અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનો બનાવી રહ્યાં છો પ્લાન તો આ બેન્ક આપી રહી છે ઓછા દરે લોન
અક્ષય તૃતીયા પર લોકો મોટી સંખ્યામાં કાર ખરીદે છે. આ આર્ટિકલમાં અમે તમને બેન્કો દ્વારા કાર લોન પર ઓફર થનાર વ્યાજદર વિશે જણાવી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો સોનાની સાથે અન્ય કિંમતી સામાન જેમ કે ગાડીઓ વગેરે ખરીદે છે. તેવામાં જો તમે અક્ષય તૃતીયા પર ગાડી ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો બેન્ક દ્વારા ઓફર કરનાર કાર લોનના વ્યાજદર વિશે જાણકારી હોવી જોઈએ, તેનાથી તમે યોગ્ય નિર્ણય લઈ શકો.
બેન્કોમાં કાર લોન પર વ્યાજ
યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાઃ આ સરકારી બેન્કમાં કાર લોન પર વ્યાજદર 8.70 ટકાથી શરૂ થાય છે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન 4 વર્ષ માટે લો તો તેના પર આશરે 24500 રૂપિયાનો હપ્તો આવશે.
એસબીઆઈઃ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કમાં કાર લોન પર શરૂઆતી વ્યાજદર 8.75 ટકા છે. એસબીઆઈ સિવાય કેનરા બેન્ક, પીએનબી, ઈન્ડિયન બેન્ક પણ 8.75 ટકાની શરૂઆતી પર કામ લોન આપી રહ્યું ચે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન 4 વર્ષ માટે લો તો તેના પર આશરે 24600 રૂપિયાનો ઈએમઆઈ આવશે.
આ પણ વાંચોઃ શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ
બેન્ક ઓફ ઈન્ડિયાઃ સરકારી ક્ષેત્રની આ બેન્ક દ્વારા 8.85 ટકના શરૂઆતી વ્યાજદર પર કાર લોન આપવામાં આવી રહી છે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન ચાર વર્ષ માટે લો તો તેના પર આશરે 24650 રૂપિયાનો ઈએમઆઈ આવશે.
બેન્ક ઓફ બરોડાઃ આ સરકારી બેન્કમાં કાર લોન પર વ્યાજદર 8.90 ટકાથી શરૂ થાય છે. જો તમે 100 લાખ રૂપિયાની કાર લોન ચાર વર્ષ માટે લો તો તેના પર આશરે 24700 રૂપિયાનો ઈએમઆઈ આવશે.
એચડીએફસી બેન્કઃ ખાનગી ક્ષેત્રની બેન્ક દ્વારા કાર લોન 9.40 ટકાના શરૂઆતી વ્યાજદર પર મળી રહી છે. જો તમે 10 લાખ રૂપિયાની કાર લોન 4 વર્ષ માટે લો તો તમારો મહિને ઈએમઆઈ 24900 રૂપિયા આવશે.