નવી દિલ્હી: બબ્લ બદલીને જોયું, ટ્યૂબલાઇટ બદલીને જોઇ લીધી, એસી-ફ્રીજ બદલીને જોયું પરંતુ તો પણ વિજળીનું બિલ એટલું ઓછું થયું નથી જેટલું થવું જોઇએ, તો શું ઘર બદલી દઇએ? તો તેનો જવાબ હા છે. ચોંકશો નહી... ઘર બદલવાનો અર્થ ઘરની ડિઝાઇન બદલવાની છે. ઘરની ડિઝાઇન બદલતાં જ તમારું ઘર સ્માર્ટ બની જશે (Power Saving Smart Home) અને વિજળીની ઘપત ઘટી જશે. તમારું આ ઘર 30 થી 50 ટાક સુધી વિજળીની ખપત ઓછી કરી શકે છે. અને જો તમે આ પ્રકારનું ઘર બનાવવા માંગો છો અથવા પછી ખરીદવા માંગો છો તો એ પણ સંભવ છે તમને હોમ લોનમાં થોડી છૂટ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇકો નિવાસ નામથી પોર્ટલ બનાવવામાં આવ્યું
ભારત સરકારના ઉર્જા મંત્રાલય સાથે જોડાયેલી સંસ્થા બ્યૂરો ઓફ એનર્જી ઇફિશિએન્સી (BEE) હવે રેજિડેંશિયલ સેક્ટરમાં વિજળીની ખપત ઘટાડવાની રીત બતાવી રહ્યા છીએ. આ રીતે ઘર બનાવતી વખતે અથવા બનાવેલા ઘરમાં અજમાવવામાં આવે તો ઘર વિજળીની ખપત કરી દે છે. બ્યૂરો ઓફ એનર્જી એફિએન્સીના ડાયરેક્ટર જનરલ અભય બાકરેએ જણાવ્યું હતું કે 'અમે ઇકો નિવાસ (www.econiwas.com/launch/) નામથી એક પોર્ટલ બનાવ્યું છે, આ પોર્ટલ પર કોઇપણ પોતાની જરૂરિયાત અનુસાર બે બેડરૂમ, ત્રણ બેડરૂમ, સ્પેસ રિક્વાયરમેન્ટ મુજબ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો ત્યાંના ઘરની છત, દિવાલ, વિંડોની ડિઝાઇનમાં થોડા ફેરફારના ઓપ્શન આવે છે, આ ઓપ્શનને સિલેક્ટ કરતાં બાજુમાં દેખાઇ છે કે આ ડિઝાઇન ઓપ્શનને સિલેક્ટ કરતાં તમે કેટલી વિજળીની ખપત કરી શકો છો.    


આ રીતે 36 ટકા ઓછી થશે વિજળીની ખપત
તો બીજી તરફ અભય બાકરે જણાવે છે કે હાલમાં સંસ્થા અને બેંકો વચ્ચે વાતચીત ચાલી રહી છે જેથી આ પ્રકારે એનર્જી સેવિંગવાળા ઘરો માટે બેંક હોમ લોનમાં કેટલીક છૂટ આપી શકે છે. BEE ના પોગ્રામ મેનેજર એસ વિકાસ રંજનના અનુસાર 'ઘરોની છત પર, દિવાલમાં ઇંસુલેટર લગાવીને અને વિંડો ઉપર શેડ લગાવીને સાથે વિંડોમાં ડબલ ગ્લાસ લગાવીને લગભગ 35 ટકા વિજળી બચાવી શકાય છે. તો બીજી તરફ ઘરની અંદર જ એસીના તાપમાનમાં 1 ડિગ્રી તાપમાનમાં વધારો કરતાં 6 ટકા વિજળી ઘટાડી શકાય છે. જો તમે પહેલાં એસીનું તાપમાન 18 ડિગ્રી રાખતા હતા અને જો સ્ટાડર્ડ ફોર્મૂલા મુજબ તેને 24 ડિગ્રી પર રાખો છો તો તમે તમારા ઘરની અંદર જ 36 ટકા સુધી વિજળીની ખપત કરી શકો છો. 


તો બીજીતરફ CPWDના ડાયરેક્ટર જનરલ પ્રભાકર સિંહના અનુસાર 'વિજળીની ખપત ઓછી કરવા માટે સીપીડબ્લ્યૂડી પણ વિજળી બચાવનાર સ્માર્ટ હોમ પર ફોકસ કરી રહી છે. સામાન્ય રીતે આ ધારણા છે કે વિજળી બચાવનાર સ્માર્ટ હોમ બનાવવામાં ખર્ચ 5 ટકા વધુ હોય છે, અમે તેને ધ્યાનમાં રાખીને પણ ચાલે છે પરંતુ સમય જતાં અમે જોઇએ છીએ કે તેનાથી જે બચત થશે તેનાથી આ સસ્તું પડે છે.


જોવામાં આવે તો વિજળીની બચત કરનાર ઘર 30 થી 50 ટકા જ નહી પરંતુ કેટલાક મામલે વિજળીની ખપતને તેનાથી વધુ ઘટી શકે છે. વિજળીની બચત કરનાર ઘરોમાં રાજ્યની ભૌગોલિક સ્થિતિ, જલવાયુવીય સ્થિતિ, ઘરની લોકેશન મુજબ સૂર્યની દિશાનો પ્રભાવ પણ પડે છે. વિજળીની ખપત ઘટવાનો સીધો અર્થ છે વિજળીના બિલમાં ઘટાડો થવો.