નવી દિલ્હી: વર્ષ 2016માં આજની જ તારીખે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક નોટબંધી (Demonetisation)ની જાહેરાત કરતા સમગ્ર દેશ આઘાતમાં આવી ગયો હતો. પીએમ મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજથી 500 અને 1000 રૂપિયાની નોટ કાયદાકીય રીતે માન્ય ગણાશે નહીં. પીએમની આ જાહેરાત પછી નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ અને લોકોએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ (Old Notes) બેંકમાં જમા કરાવીને નવી નોટ લીધી હતી. પરંતુ શું તમને ખબર છે કે પાંચ વર્ષ પહેલા જમા કરાવેલી જૂની નોટોનું શું થયું? આ સવાલનો જવાબ અમે તમારા માટે આજે લઈને આવ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજારમાં આવી નવી નોટ
નોટબંધી પછી 500 અને 1000ની જૂની નોટ આરબીઆઈની દેખરેખ નીચે જમા થઈ હતી, અને તેના બદલામાં લોકોને નવી નોટ આપવામાં આવી અને આજે 500 અને 2000ની નવી નોટ ચલણમાં છે, સાથે 20, 100 અને 50ની નવી નોટ પણ બજારોમાં આવી ગઈ છે. નોટબંધી દરમિયાન લગભગ 15 લાખ કરોડથી વધારેની જૂની નોટ જમા થઈ છે અને તે નોટ આજે ભારતીય ચલણમાં નથી.


નોટોથી તૈયાર થયો આ સામાન
વર્ષ 2017 માં એક આરટીઆઈના જવાબમાં સામે આવ્યું હતું કે, બંધ કરાયેલ નોટોનું ડિસોલૂશન (Dissolution) એટલે કે વિસર્જન કરવામાં આવે છે. આ નોટો ફરીથી બજારમાં ચલણ માટે લાવવામાં આવતી નથી અને તેના કાગળનો ઉપયોગ અન્ય સામાન બનાવવા માટે કરવાનો છે. આરબીઆઈના નિયમો અનુસાર, નોટબંધી કરાયેલી નોટો કરન્સી વેરિફિકેશન પ્રોસેસિંગ સિસ્ટમ (CVPS) હેઠળ વિઘટિત થાય છે. આઉટ ઓફ સર્ક્યુલેશન નોટોને પહેલા અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ નક્કી કરવામાં આવે છે.


પહેલા એ જોવામાં આવે છે કે ચલણને નાબૂદ કરી શકાય છે કે નહીં, ત્યારપછી આ નોટોને ક્લિપિંગ્સને બ્રિક્સમાં ફેરવવામાં આવે છે. નોટ ક્લિપિંગ્સમાંથી તૈયાર કરવામાં આવેલી આ બ્રિક્સથી કાર્ડબોર્ડ સહિત અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના વિદ્યાર્થીઓએ 500 અને 1000ની જૂની નોટોમાંથી તેમની કુશળતાથી ઘણી વસ્તુઓ બનાવી હતી. વાસ્તવમાં આરબીઆઈએ આ કામ માટે એનઆઈડી પાસેથી મદદ માંગી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓએ નોટ ક્લિપિંગ્સમાંથી તકિયા, ટેબલ લેમ્પ જેવી રોજિંદી વસ્તુઓ બનાવી.


જાણકારી પ્રમાણે આરબીઆઈ જૂની નોટોને રિસાઈક્લિ કરવાની નહોતી અને બંધ થયા પછી ફરીથી આ નોટોને ચલણમાં લાવવામાં આવનાર નહોતી. જૂની નોટોની ખાસિયત એ છે કે તે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળતી નથી અને રંગ પણ છોડતી નથી. આવી સ્થિતિમાં, તેનો ઉપયોગ અન્ય કાગળની વસ્તુઓ બનાવવા માટે થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube