સોમવારથી મળશે સસ્તુ સોનું, જાણી લો ક્યાંથી થઈ શકશે ખરીદી
લોકડાઉન બાદ દેશમાં સોનાના ભાવ આકાશને આંબી રહ્યાં છે. છેલ્લા પાંચ મહિનામાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પષ્ટ વાત છે કે આવામાં તમે સોનું ખરીદવાની ઈચ્છા દબાવીને બેઠા હશો. પરંતુ હવે આ ઈન્તેજારની ઘડી ખતમ થઈ ગઈ છે. હવે તમે સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો. અમે તમને જણાવીએ છીએ સોનું ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો.
નવી દિલ્હી: લોકડાઉન બાદ દેશમાં સોનાના ભાવ આકાશને આંબી રહ્યાં છે. છેલ્લા પાંચ મહિનામાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્પષ્ટ વાત છે કે આવામાં તમે સોનું ખરીદવાની ઈચ્છા દબાવીને બેઠા હશો. પરંતુ હવે આ ઈન્તેજારની ઘડી ખતમ થઈ ગઈ છે. હવે તમે સસ્તા ભાવે સોનું ખરીદી શકો છો. અમે તમને જણાવીએ છીએ સોનું ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો.
સરકાર લાવી છે આ સ્કીમ
સરકાર તરફથી નાણાકીય વર્ષ 2021માં સોવરેન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond) સ્કિમની બીજી સિરીઝ સોમવારથી ઓપન થઈ રહી છે. તમે આ સિરીઝમાં સોનું ખરીદી શકો છો. 11 મેથી 15મી મે સુધી સબસ્ક્રિપ્શન માટે ઓપન રહેશે.
તમને ડિસ્કાઉન્ટ પણ મળશે
તેમાં સબસ્ક્રિપ્શન બાદ રોકાણકારોને બોન્ડ જાહેર કરવામાં આવશે. જો તમે સરકારની આ સ્કિમમાં રોકાણ કરવા માંગતા હોવ તો તેના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અમારી સહયોગી ઝીબિઝ ડોટકોમ મુજબ બીજી સિરીઝ માટે સરકાર જલદી ભાવની પણ જાહેરાત કરશે. અત્રે જણાવવાનું કે ઓનલાઈન ખરીદી માટે રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ એટલે કે 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારાની છૂટ મળી શકે છે. આ સ્કિમ અંગે વધુ જાણકારી માટે તમે આ લિંક પર ક્લિક કરી શકો છો. https://www.rbi.org.in/scripts/BS_PressReleaseDisplay.aspx?prid=49665
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube