આવકવેરો બચાવવાના ચક્કરમાં ક્યાંક પગથિયા ન ઘસવા પડે....આથી જરૂરી છે કે આવકવેરા કરના નિયમોનું બરાબર ધ્યાન રાખીએ. એવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન કરીએ જે આવકવેરા વિભાગના ધ્યાનમાં આવે અને પછી આપણે નોટિસનો સામનો કરવો પડે. ટેક્સ ચોરી કરનારા સતત આવકવેરા વિભાગના રડાર પર રહે છે. આવા લોકોની ખરીદી અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખવામાં આવે છે. આથી જ અહીં અમે તમને એવા 6 ટ્રાન્ઝેક્શન વિશે જણાવીશું જે એક ફાઈનાન્શિયલ યરમાં કરવામાં આવે તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. FD પર આવકવેરા વિભાગની નોટિસ
જો એક ફાઈનાન્શિયલ યરમાં 10 લાખ રૂપિયાથી વધુની એફડી  કરવામાં આવે તો નોટિસનું જોખમ રહે છે. જે રીતે બેંક કોઈ બેંક ખાતામાં એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાની કેશ જમા કરવા અંગે પૂછપરછ કરી શકે તેમ એફડી લેવડદેવડ માટે પણ આ નિયમ લાગૂ થાય છે. જો કોઈ એક નાણાકીય વર્ષમાં એફડી તરીકે 10 લાખ રૂપિયાથી વધુ જમા કરવામાં આવે તો આવકવેરા વિભાગ તેમને પૈસાના સોર્સ વિશે પૂછી શકે છે. 


2. સેવિંગ એકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન
એક ફાઈનાન્શિયલ યરમાં એક કે અલગ અલગ એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા જમા કરવામાં આવે તો નોટિસનું જોખમ રહે છે.  CBDT ના નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ કેશ જમા કરે તો તેની સૂચના આવકવેરા વિભાગને આપવાની હોય છે. આ પૈસા એક જ ખાતાધારકના એક કે વધુ ખાતામાં જમા કરવામાં આવ્યા હોઈ શકે છે. 


3. 30 લાખથી વધુની અચલ સંપત્તિ ખરીદો
શહેરો અને ટિયર 2 શહેરોમાં રિયલ એસ્ટેટની કિંમતો વધુ હોય છે અને મોટી રકમની લેવડદેવડ સામાન્ય હોય છે. પરંતુ જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે 30 લાખ રૂપિયા કે તેનાથી વધુની કેશ લેવડદેવડ કરો તો સાવધાન થઈ જજો. સંપત્તિ રજિસ્ટ્રાર આવકવેરા વિભાગને જાણ કરશે અને તેના બદલામાં તમને પૈસાના સોર્સ વિશે પૂછવામાં આવી શકે છે.  


4. 10 લાખથી વધુના મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિબેન્ચર્સ ખરીદો
શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર વગેરેમાં રોકાણ કરવો એ એક સારો વિકલ્પ ગણાય છે. આ રીતે રોકાણ કરવાથી પૈસા બચાવવાની આદત પણ વિક્સે છે પરંતુ જો એક જ ફાઈનાન્શિયલ યરમાં 10 લાખ કે તેનાથી વધુના મ્યુચ્યુઅલ ફંડ્સ, ડિબેન્ચર્સ અને બોન્ડ ખરીદવામાં આવે તો નોટિસ માટે જોખમ ઊભું થાય છે. આવકવેરા વિભાગ તમને પૈસાના સોર્સ વિશે પૂછી શકે છે. 


5. વિદેશી સંપત્તિ ખરીદો
10 લાખ રૂપિયા કે તેનાથી વધુની વિદેશી મુદ્રાની ખરીદી, જેમાં યાત્રી ચેક અને વિદેશી મુદ્રા કાર્ડ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સામેલ હોય. 


6. ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી
આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. અનેકવાર યૂઝર્સના બિલ લાખો રૂપિયામાં પહોંચી જાય છે. પરંતુ જો તમારું મંથલી ક્રેડિટ કાર્ડ બિલ 1 લાખ રૂપિયાથી વધુ  થતું હોય  અને તમે તેની ચૂકવણી કેશમાં કરવા માંગતા હોવ તો પણ આવકવેરા વિભાગ તમને તેના વિશે પૂછી શકે છે. જો તમે ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ માધ્યમથી એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધુની ચૂકવણી કરતા હશો આવકવેરા વિભાગ તમને પૈસાના સોર્સ વિશે સવાલ પૂછી શકે છે.