Demat Account KYC: જો તમે પણ શેરબજારમાં રસ ધરાવતા હોય અને શેરની ખરીદી અને વેચાણમાં તમારું દિમાગ લગાવતા હોય તો આ અહેવાલ તમારા કામનો હોઈ શકે છે. જી હા. ડીમેટ ખાતા ધારકોને 30 જૂન સુધી કેવાઈસી કરાવવું જરૂરી છે. જો તમે કેવાયસી કરાવ્યું નહીં હોય તો તમારું ડીમેટ એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જશે અને તમે સ્ટોક માર્કેટમાં પૈસા લગાવી શકશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 જૂન 2022 સુધી કેવાયસી કરાવવું જરૂરી
માર્કેટ રેગ્યુલેટર સેબી એ ડીમેટ એકાઉન્ટ ખોલવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેના પ્રમાણએ જો તમે ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છો તો તમારે 30 જૂન 2022 સુધી કેવાયસી કરાવવું જરૂરી છે. જો કેવાયસી નહીં કરાવ્યું હોય તો ડીમેટ એકાઉન્ટને ડીએક્ટિવેટ કરી નાંખવામાં આવશે. જેનાથી તમારા સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ બંધ થઈ જશે.


VIDEO: ફિલ્મ 'શમશેરા' નું ટીઝર રિલીઝ, સંજય દત્તના ડરામણા લૂકે દર્શકોને આશ્ચર્યમાં મૂક્યા..


વેરિફિકેશન બાદ પુરી થશે પ્રોસેસ
જો કોઈ શખ્સ કોઈ કંપનીના શેર ખરીદી લે છે તો આ શેર એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશે નહીં. કેવાયસીની પ્રોસેસ પુરી થશે અને વેરિફાય થયા બાદ જ તેઓ આગળ પોતાનું કામ કરી શકશે. નવા નિયમ અનુસાર ડીમેટ એકાઉન્ટની 6 જાણકારીઓ નામ, સરનામું, પેન, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આવક મર્યાદાની સાથે કેવાયસી કરાવવું જરૂરી છે.


કેવી રીતે કરાવી શકો છો KYC?
તમારું ડીમેટ એકાઉન્ટ ડીએક્ટિવેટ ન થાય તે માટે સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકોને ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકો દ્વારા KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. ઘણા બ્રોકરેજ હાઉસ ગ્રાહકોને ઓનલાઈન KYC સુવિધા આપી રહ્યા છે. તમે બ્રોકરેજ હાઉસની ઓફિસની મુલાકાત લઈને પણ KYC અપડેટ કરાવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube