ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો એટલે અમદાવાદ માટે ક્રીસમસ સેલિબ્રેશન અને  પાર્ટીની મોસમ, આવી જ એક હાઈ પ્રોફાઈલ પાર્ટીનું આયોજન "યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન" (વાઈફલો) અમદાવાદ ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં "વાઈફલો" મેમ્બર કપલ્સ સહિત શહેરના જાણીતા યુવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો.  આ પાર્ટીના હોસ્ટ શહેરના જાણીતા યુવા મહિલા એન્ત્રપ્રેન્યોર "આરોહી શાહ" હતા, આ પાર્ટીમાં 'વાઈફલો' ચેરપર્સન શ્રિયા દામાણી સહિત અન્ય વાયફલો મેમ્બર્સ સોંઘી અગ્રવાલ, આયુષી, પૂર્વા પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પાર્ટી  દ્વારા વાયફલોએ પ્રિ ક્રિસમસ સેલિબ્રેશન સાથે આમંત્રિત મહેમાનોને નેટવર્કિંગ માટે પણ  એક સારુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.