નવી દિલ્હી: કોઇપણ કંપનીમાં નોકરી લાગતાં પહેલાં તમારું સેલરી એકાઉન્ટ (Salary Account)ખોલવામાં આવે છે. તમે પણ આ એકાઉન્ટનો ફક્ત સેલરી લેવા માટે જ ઉપયોગ કરો છો. પરંતુ શું તમને ખબર છે કે તમારા સેલરી એકાઉન્ટના ઘણા ફાયદા છે? કારણ કે તમે આ એકાઉન્ટનો વધુ ઉપયોગ કરતા નથી એટલા માટે બેંક પણ ક્યારેય તમને મળનાર ફાયદા વિશે જણાવતી નથી. આવો આજે તમને જણાવીએ તમારા સેલરી એકાઉન્ટના કયા ફાયદા છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ખોલી શકો છો વેલ્થ સેલરી એકાઉન્ટ
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.comના અનુસાર જો તમારી પાસે વધુ પૈસા છે તો તમે વેલ્થ સેલરી એકાઉન્ટ પણ ખોલી શકો છો. તેના હેઠળ બેંક તમને ડેડિકેટિડ વેલ્થ મેનેજર આપે ચે. આ મેનેજર તમારા બેંક સાથે જોડાયેલા તમામ કામ જુએ છે. 


2. એમ્પ્લોઇ બેનિફિટ
કેટલીક બેંક પેરોલ એકાઉન્ટને ક્રેડિટ કાર્ડ આપવા, ઓવરડ્રાફ્ટ, સસ્તી લોન, ચેક, પે ઓર્ડર તથા ડિમાન્ડની ફ્રી રેમિટેંસ, ફ્રી ઇન્ટરનેટ ટ્રાંજેક્શન જેવી સુવિધાઓ પણ આપે છે. 


3. સેવિંગ બેંક એકાઉન્ટ
જો તમારી બેંકને ખબર પડે છે કે કેટલાક સમયથી તમારા એકાઉન્ટમાં સેલરી થઇ રહી નથી તો તમને મળેલી તમામ સુવિધાઓ પરત લેવામાં આવે છે અને તમારા બેંક એકાઉન્ટને નોર્મલ સેવિંગ એકાઉન્ટની માફક ચાલુ રાખવામાં આવે છે. 


4. એકાઉન્ટ બદલવું
એક બેંકમાંથી બીજી બેંકમાં એકાઉન્ટ બદલવા માટે પણ સેલરી એકાઉન્ટના મામલે બેંક તેની પ્રોસેસ સરળ રાખે છે. ચોક્કસ તેમાં કેટલીક શરતો જરૂર રાખે છે. 


5. યોગ્યતા
સેલરી એકાઉન્ટ ખોલવા માટે તમે કોઇ કોર્પોરેટ બોડીમાં કાર્યરત હોવા જોઇએ અને તમારી કંપનીની તે બેંકમાંથી સેલરી એકાઉન્ટ રિલેશનશિપ હોવી જરૂરી છે. આ સાથે જ ગ્રાહકનું તે બેંકમાં કોઇ અને ખાતું ન હોવું જોઇએ.


6. અન્ય સુવિધાઓ
બેંક તમને પર્સનલાઇઝ્ડ ચેક બુક આપે છે, જેના હેઠળ ચેક પર તમારું નામ છપાયેલું હોય છે. તમે બિલ ચૂકવણીની પણ સુવિધા લઇ શકો છો. નહીતર તો ફોન અથવા ઇન્ટરનેટ દ્વારા પેમેન્ટ કરી શકો છો. સેફ ડિપોઝિટ લોકર, સ્વીપ-ઇન, સુપર સેવર ફેસિલિટી, ફ્રી પેબલ-એટ-પર ચેકબુક, મફત ઇંસ્ટાએલર્ટ્સ, ફ્રી પાસબુક અને ફ્રી ઇમેલ સ્ટેટમેન્ટ જેવી સુવિધઓ પણ બેંક આપે છે.


7. ઝીરો બેલેન્સ અને મફત એટીએમની સુવિધા
કર્મચારીને સેલરી એકાઉન્ટમાં ઝીરો ક્વાર્ટરલી બેલેન્સ રાખવાની પરમિશન આપે છે અને સાથે જ આ એકાઉન્ટ જીરો બેલેન્સ પણ ખોલી શકાય છે. બેંકમાં ખાતુ ખોલવા માટે 1000 રૂપિયા ડિપોઝિટ કરવાના હોય છે. આ ઉપરાંત સાધારણ એકાઉન્ટના એટીએમ ઉપયોગ પર બીજી બેંક ચાર્જ કરે છે. નવા નિયમો અનુસાર સેલરી એકાઉન્ટના એટીએમ (ATM)માંથી નિકાળતાં બીજી બેંકમાંથી 3 વાર મફત પૈસા નિકાળવા પોતાની બ્રાંચ પર મફતમાં પૈસા નિકાળવાની સુવિધા પણ મળે છે. નવા નિયમ અનુસાર આ સુવિધા કેટલીક બેંકના એટીએમ પર ઉપલબ્ધ છે. જેમ કે કોટક મહિંદ્રા બેંક, ફેડરેલ બેંક જેવી નાની બેંકમાં આ સુવિધા આપે છે. એચડીએફસી  (HDFC Bank)અને આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank)નક્કી લિમિટ બાદ મફત ટ્રાંજેક્શન આપતી નથી. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube