SBI ગ્રાહક થઇ જાય Alert: ફક્ત એક ખોટી ક્લિકથી થઇ શકે છે તમારું એકાઉન્ટ ખાલી
દેશમાં સતત એક પછી એક ઓનલાઇન કૌભાંડ સામે આવી રહ્યા છે. આ કડીમાં હવે સામાન્ય બેન્ક એકાઉન્ટહોલ્ડર પર પણ સેંઘમારોની નજર છે. આ ખતરાને જોતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે.
નવી દિલ્હી: દેશમાં સતત એક પછી એક ઓનલાઇન કૌભાંડ સામે આવી રહ્યા છે. આ કડીમાં હવે સામાન્ય બેન્ક એકાઉન્ટહોલ્ડર પર પણ સેંઘમારોની નજર છે. આ ખતરાને જોતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. બેંકનું કહેવું છે કે જો તમે જરાપણ લાપરવાહી વર્તી તો ખાતાના તમામ પૈસા ગાયબ થઇ જશે.
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના તમામ ગ્રાહકોને રિમોટ એક્સેસ મોબાઇલ કૌભાંડથી સાવાધાન કર્યા છે. અમારી સહયોગી વેબસાઇટ zeebiz.comના અનુસાર બેંક દ્વારા ટ્વિટ કરીને ગ્રાહકોને જાણકારી આપી છે કે રિમોટ એક્સેસ મોબાઇલ કૌભાંડ હેઠળ ઓનલાઇન છેતરરપિંડી કરનાર, ગ્રાહકોને કોલ કરીને પોતે બેંક અધિકારી ગણાવીને ગ્રાહક પાસેથી તેના વોલેટ અથવા એકાઉન્ટની કેવાઇસી પુરી ન થઇ હોવાથી અથવા ડેબિટ કાર્ડ બ્લોક કરવાની કરે છે, અને ગ્રાહકો પાસે એક એપ ડાઉનલોડ કરવાનું કહે છે. જો ગ્રાહક એપ ડાઉનલોડ કરી લે છે તો તેને જોતજોતામાં ઠગ ગ્રાહકના ફોન અથવા સિસ્ટમની સ્ક્રીનને હેક કરી તેના કાબૂ મેળવી લે છે. એકવાર ફોન પર કંટ્રોલ કર્યા બાદ ઠગ ગ્રાહકના તમામ ક્રેડેંશિયલનો ઉપયોગ કરીને ગ્રાહકને ફોન પર આવેલા ઓટીપી જોઇ બેંક એકાઉન્ટમાંથી તમામ પૈસા ઉપાડી શકે છે.
બેંક સાથે સંકળાયેલી કોઇપણ જાણકારી માટે https://bank.sbi/ પર લોગઇન કરો. બેંકની અધિકૃત એપ જેમ કે SBIYONO, YONOlite અને BHIM SBI pay જેવી એપ ઇન્ટોલ કરો. ફક્ત બેંકના કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર 18004253800 અથવા 1800112211 પર સંપર્ક કરો. કોઇપણ લીંક પર ક્લિક કરતાં પહેલાં એક વાર વિચાર લો.
બેંક તરફથી ગ્રાહકોને કોઇપણ બેંકનું એટીએમ ઉપયોગ કરતી વખતે એકદમ સાવધાન રહેવા માટે કહેવામાં આવે છે. બેંકએ કહ્યું કે જે ગ્રાહકોના ખાતામાંથી ATM Cards ક્લોન (cloned ATM Cards) કરીને પૈસા કાઢવામાં આવ્યા છે તેમને તેમના પૈસા જલદીમાં જલદી મળી શકે તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ બેંકએ ગ્રાહકોને એટીએમ ઉપયોગ કરતી વખતે થોડી સિક્યોરિટી ટિપ્સ (Security tips)ને ધ્યાનમાં રાખવાની વાત કહી છે.