Modi Government Scheme: કેન્દ્ર સરકારની યોજના દ્વારા મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો તમે પણ કોઈ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા થોડું ધ્યાન રાખો. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી સરકારી યોજનાઓ અંગે અફવાઓ ફેલાઈ રહી છે. હાલમાં જ એક યુટ્યુબ ચેનલ દાવો કરી રહી છે કે સરકાર મહિલાઓને સંપૂર્ણ 52,000 રૂપિયા રોકડમાં આપી રહી છે. પીઆઈબીએ ફેક્ટ ચેકિંગ કરીને આ સમાચારની સત્યતા શોધી કાઢી છે. આવો તમને જણાવીએ શું છે તેનું સંપૂર્ણ સત્ય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PIBએ કર્યું છે ટ્વીટ
PIBએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે 'સુનો દુનિયા' નામની #YouTube ચેનલના એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી નારી શક્તિ યોજના' હેઠળ તમામ મહિલાઓને 52,000 રૂપિયાની રોકડ રકમ આપી રહી છે.


આ શેર બની ગયો રોકેટ, 1 લાખના ત્રણ મહિનામાં બની ગયા 36 લાખ, ખરીદવા માટે લાગી લાઇન


આપ પણ કરાવી શકો છો ફેક્ટ ચેક
કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ના કરો. અત્યારે આવા સમાચાર ફોરવર્ડ ના કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube