Youtube Video પર હેલ્લો ફ્રેન્ડ્સ...કહીને લોકો દર મહિને કઈ રીતે કરે છે લાખોની કમાણી?
સોશિયલ મીડિયા સાઈટ યુ-ટ્યુબ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. કેમ કે આ સાઈટ પર દર સેકંડે, દર મિનિટે અને દર કલાકે એટલા વીડિયો અપલોડ થઈ રહ્યા છે કે તમે તેને ગણતાં-ગણતાં થાકી જાવ. યુ-ટ્યુબ પર વીડિયો મૂકીને તમે પણ લખપતિ બની શકો છો. પરંતુ તેના માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. ત્યારે કઈ રીતે યુ-ટ્યુબમાંથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી શકાય તે અમે તમને બતાવીશું.
નવી દિલ્લી: શું તમે વીડિયો બનાવીને પૈસા કમાવા માગો છો?. તો તમારા માટે યુ-ટ્યુબ લઈને આવ્યું છે બમ્પર ઓફર. કેમ કે યુ-ટ્યુબ પર અત્યારે લોકો કલાકોના કલાકો પસાર કરે છે. પરંતુ શું તમને ખબર છેકે આ પ્લેટફોર્મ દ્વારા તમે લખપતિ પણ બની શકો છો. તો કઈ રીતે તમે યુ-ટ્યુબમાંથી લખપતિ બની શકશો તે જાણી લો.
- યુ-ટ્યુબ પર સૌથી પહેલાં તમારે ચેનલ બનાવવી પડશે.
- યુ-ટ્યુબ પર વીડિયો અપલોડ કરવા પડશે.
- પછી એકાઉન્ટને મોનેટાઈઝ કરવું પડશે.
- એકાઉન્ટ મોનેટાઈઝ થતાં જ તમારા ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ શકે છે.
જોકે તમારું એકાઉન્ટ મોનેટાઈઝ કરવા માટે તમારે યુ-ટ્યુબના તમામ નિયમોનું પાલન કરવું પડશે. સામાન્ય રીતે યુ-ટ્યુબમાંથી પૈસા કમાવવાના અનેક માર્ગ છે. જેમ કે વીડિયો બનાવીને. શોર્ટસ બનાવીને કે પછી ચેનલની પેઈડ મેમ્બરશીપ લઈને. તમે પણ યુ-ટ્યુબના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. કઈ રીતે બનશો લખપતિ આવી જોઈએ.
1. યુ-ટ્યુબ વીડિયો:
યુ-ટ્યુબ તમને વીડિયો મૂકવાની સારી તક આપે છે. જેમાં દરેક ક્ષેત્રના વીડિયો તમે મૂકી શકો છો. આજકાલ લોકો યુ-ટ્યુબ પર વીડિયો અપલોડ કરીને તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે.
2. યુ-ટ્યુબ શોર્ટ્સ:
શોર્ટ વીડિયો અને રીલ્સ આજકાલ યુવાઓની સૌથી મનપસંદગીની વસ્તુ છે. આ વર્ષની શરૂઆતમાં જ યુ-ટ્યુબ શોર્ટ્સે 5 ટ્રિલિયન વ્યૂઝનો લક્ષ્યાંક પાર કરી લીધો છે. આ એપ્લિકેશને 20211-22માં 10 કરોડ ડોલર યુ-ટ્યૂબ શોર્ટ્સ ફંડ જાહેર કર્યું છે. યુ-ટ્યુબ ક્રિએટર્સને તેમની ચેનલ, કંન્ટેન્ટ અને તેના પર આવતા એન્ગેજમેન્ટ અને વ્યૂઝના હિસાબથી પૈસા આપે છે. આ એપ્લિકેશન 100 ડોલરથી 10 હજાર ડોલર સુધી ક્રિએટર્સને આપે છે.
3. પ્રીમિયમ સબસ્ક્રિપ્શન:
યુ-ટ્યુબ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન બેસ્ડ સર્વિસ છે. તેના માટે તમારે પૈસા ચૂકવવા પડે છે. પ્રીમિયર સબસ્ક્રિપ્શનવાળા યૂઝર્સને વીડિયો પર કોઈ જાહેરખબર આવતી નથી. તેની સાથે જ તેને બીજા અનેક ફાયદા પણ મળે છે. જેમ કે બેકગ્રાઉન્ડ પ્લેબેક, ડાઉનલોડની સુવિધા, યુ-ટ્યુબ મ્યૂઝિક અને પ્રીમિયમ કન્ટેન્ટનો એક્સેસ મળે છે. કંપનીનું માનીએ તો આ ઓપ્શનથી મળનારો મોટાભાગનો હિસ્સો તેના પાર્ટનર્સને મળે છે.
4. ચેનલ મેમ્બરશીપ:
યુ-ટ્યુબ પર ચેનલ મેમ્બરશીપ દ્વારા પણ કમાણી કરી શકાય છે. ક્રિેએટર્સ માસિક ચૂકવણીના આધારે એક્સક્લુઝીવ કન્ટેન્ટ ઓફર કરે છે. જેનાથી ક્રિએટર્સ કમાણી કરી શકે છે. સાથે સુપર ચેટ પણ એક સારો ઓપ્શન છે. યૂઝર્સ સુપર ચેટને ખરીદી શકે છે અને તેનાથી તેની કમાણીમાં બમ્પર ફાયદો પણ થાય છે. એટલે જો તમે પણ યુ-ટ્યુબમાંથી પૈસા કમાવવા માગો છો તો શરૂ કરી દો મહેનત.
5. યુ-ટ્યુબ એડ્સ:
યુ-ટ્યુબના આ પ્લેટફોર્મ પર કમાણીનો સૌથો મોટો રસ્તો એડ્સ છે. તમે પણ જ્યારે વીડિયો જોતાં હશો ત્યારે સ્કીપ એડ્સ કે અનસ્કીપ એડ્સ આવતી હશે. આ એડના કારણે કંપનીને કમાણી થતી હોય છે. તેની કમાણીથી ક્રિએટર્સને પેમેન્ટ મળે છે. યુ-ટ્યુબ પર વીડિયો બનાવીને તમે પણ પૈસા કમાઈ શકો છો. તો આજે જ એકાઉન્ટ બનાવો અને શરૂ કરી દો વીડિયો બનાવવાનું.