નવી દિલ્હી: એક યૂટ્યુબરે માત્ર 43 સેકન્ડમાં એક કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી છે. જોનાથન મા નામનો યુટ્યૂબર હાલ ખુબ ચર્ચામાં છે. તેની યુટ્યૂબ પર જોમા ટેક નામની ચેનલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

42 સેકન્ડમાં કરોડોની કમાણી
જોનાથનના ચર્ચામાં હોવાનું કારણ એ છે કે તેણે હાલમાં જ માત્ર 42 સેકન્ડની અંદર એક કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે જોનાથન માને ટેક્સ વગેરે કપાઈને હાથમાં એક કરોડ 40 લાખ રૂપિયા જ મળ્યા છે. 


NFT દ્વારા કમાણી
બિઝનેસ ઈન્સાઈડના એક રિપોર્ટ મુજબ જોનાથન માએ પોતાનું NFT કલેક્શન બહાર પાડ્યું છે. જેથી કરીને તે એક ફિલ્મમેકર બની શકે. તેણે NFT  કલેક્શન માટે ડિસ્કોર્ડ સર્વર બનાવ્યું. આ એવું સર્વર હોય છે જ્યાં એક જેવા સર્વરવાળા લોકો જ તેમના NFT કલેક્શનને જોઈ શકશે. જેમની પણ પાસે જોનાથનનું NFT હશે તે જ પ્રાઈવેટ ડિસ્કોર્ડ (પ્રાઈવેટ સર્વર) પર જોઈ શકશે. 


હિમાલયના ગુમનામ 'યોગી'ના ઈશારે થયો ખેલ, પગાર વધીને 15 લાખથી 4.21 કરોડ થયો, હવે પડી IT રેડ


કોણ છે જોનાથન મા?
જોનાથન મા ફૂલટાઈમ યુટ્યૂબર બનતા પહેલા ફેસબુક અને ગૂગલમાં સોફ્ટવેર એન્જિનિયર રહી ચૂક્યા છે. હાલ તેઓ યુટ્યૂબ પર કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ક્રિપ્ટો અને ટેક્નિક સંલગ્ન વીડિયો બનાવે છે. તેના યુટ્યૂબ પર 16 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર છે. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ફિલ્મ ડાઈરેક્ટર બનવાનો છે. આ જ કારણ છે કે તેમણે NFT (Nonfungible-token) લોન્ચ કર્યું. જેથી  કરીને તેઓ પોતાનું સપનું પૂરું કરી શકે. અનેક લોકોની જેમ જોનાથનની રૂચિ પણ ક્રિપ્ટો કરન્સીમાં છે. 


જોનાથનને આ રીતે આવ્યો આઈડિયા
DappRadar ના જણાવ્યાં મુજબ ગત વર્ષ 18 હજાર કરોડથી વધુનું NFT નું વેચાણ થયું છે. જોનાથન યુટ્યૂબ પર વીડિયો બનાવે છે. આ બધા વચ્ચે તેમણે વિચાર્યું કે તેઓ પોતાનું કલેક્શન લોન્ચ કરે જેથી કરીને તેમના પ્રશંસક અને સબ્સ્ક્રાઈબર્સ NFT ખરીદે. 


Google ની 300 થી વધુ ભૂલો શોધીને ચર્ચામાં આવી ગયો આ છોકરો! કંપનીએ આપ્યું 87 લાખ ડોલરનું ઈનામ


શું હોય છે NFT?
જોનાથન માએ આ મહિનાની શરૂઆતમાં પોતાનું કલેક્શન  'Vaxxed Doggos' રિલીઝ કર્યું. NFT એટલે કે Non-Fungible Token. NFT ડિજિટલ આઈટમ છે જે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખીદી અને વેચાણ કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સી અને એનએફડી સ્પેશિયલાઈઝ્ડ પ્લેટફોર્મ પર ખરીદી અને વેચી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube