5 લાખ ફોલોઅર્સથી અરુણાબેન બન્યા ગુજરાતના કુકિંગ ક્વીન, તેમની રેસિપીના વિદેશીઓ પણ દિવાના
પોતાની આવડતને વાચા આપવા માટે ક્યારેય કોઈ ઉંમર નડતી નથી. તેમાં પણ સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો જાતે જ પ્લેટફોર્મ શોધી લે છે. પોતાનો શોખ, પોતાની આવડત દુનિયાને બતાવે છે. ખાસ વાત તો એ છે કે, તેના થકી તેઓ કમાણી કરતા પણ થયા છે. સુરત શહેરની 51 વર્ષીય મહિલાએ સાબિત કર્યુ કે, ગૃહિણી પોતાના કુકિંગ શોખને લોકોને બતાવીને કેવી રીતે કમાણી કરી શકે છે. કોરોનાકાળ દરમિયાન તેમણે કુકિંગ શોની યુટ્યુબ ચેનલ બનાવી હતી. જેને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વ્યૂઅર્સ મળ્યો છે. હવે તેમના પાંચ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે. જે તેમની કમાણીનુ મોટુ સાધન બની ગયુ છે.
ચેતન પટેલ/સુરત :પોતાની આવડતને વાચા આપવા માટે ક્યારેય કોઈ ઉંમર નડતી નથી. તેમાં પણ સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો જાતે જ પ્લેટફોર્મ શોધી લે છે. પોતાનો શોખ, પોતાની આવડત દુનિયાને બતાવે છે. ખાસ વાત તો એ છે કે, તેના થકી તેઓ કમાણી કરતા પણ થયા છે. સુરત શહેરની 51 વર્ષીય મહિલાએ સાબિત કર્યુ કે, ગૃહિણી પોતાના કુકિંગ શોખને લોકોને બતાવીને કેવી રીતે કમાણી કરી શકે છે. કોરોનાકાળ દરમિયાન તેમણે કુકિંગ શોની યુટ્યુબ ચેનલ બનાવી હતી. જેને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વ્યૂઅર્સ મળ્યો છે. હવે તેમના પાંચ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર થઈ ગયા છે. જે તેમની કમાણીનુ મોટુ સાધન બની ગયુ છે.
મહિલાઓમાં રસોઈ બનાવવાની કળા પ્રાચીન સંસ્કૃતિથી જોવા મળી રહી છે. તેમાં પણ કેટલીક મહિલાઓના હાથમાં તો દેવી અન્નપૂર્ણાનો વાસ હોય છે. સુરતના શહેરના 51 વર્ષીય અરુણાબેન ગોસ્વામીએ કુકિંગના વીડિયો બનાવીને યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યા છે અને તેના થકી ઘર બેઠા આવક મેળવી રહ્યા છે. અવનવી વાનગીઓને સરળ અને સ્વાદિષ્ટ રીતે બનાવવાની તેમની કળાને અનેક લોકોની પ્રશંસા મળી રહી છે. પાંચ લાખ જેટલા ફોલોઅર્સ કરી પરિવારના સહયોગને કારણે આજે તેઓ મહિને લાખોની કમાણી ઘરે બેસીને કરે છે.
આ પણ વાંચો : ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો, અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ
તેમના આ પ્રયાસને ન માત્ર સુરત કે ગુજરાતના, પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ વખાણી રહ્યા છે. આ અંગે અરુણાબેન જણાવે છે કે, મેં 12 વર્ષની ઉંમરે રસોઈ શીખી લીધી હતી. મને રસોઈનો શોખ પહેલેથી જ હતો. પરંતુ તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની આવડત ન હતી. મારા દીકરા કુશે મને વીડિયો બનાવવા કહ્યું અને ત્યારબાદ અમે કોરોનાકાળમાં વીડિયો બનાવવાના શરૂ કર્યા હતા. આજે મારા વિદેશીઓ પણ કોમેન્ટ કરે છે કે અમને ભાષા સમજ નથી પડતી પણ રસોઈની જે પદ્ધતિ તમે બતાવો છો તે સારી રીતે સમજ પડે છે.
સોશિયલ મીડિયા પર પોતાની કુકિંગ સ્કીલના અનેક લોકો વીડિયો બનાવે છે. કુકિંગ ઉપરાંત કોઈ પણ શોખના વીડિયો સોશિયલ મીડિયા પર કમાણીનુ માધ્યમ બની શકે છે. અરુણાબેને સપનામા પણ વિચાર્યુ ન હતુ કે, તેઓ એક દિવસે આવી રીતે ઘરે બેસીને જ કમાણી કરી શકશે.