નવી દિલ્હી: Zee Group ની ડિજિટલ શાખા Zee Digital એ ડિજિટલ વર્લ્ડમાં પોતાની દમદાર હાજરી નોંધાવતા એક ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં કંપનીના મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા 300 મિલિયન પાર જતી રહી છે. ઝી ડિજિટલના બેનરમાં 31 વેબસાઈટ્સ, 20 બ્રાન્ડ અને 12 ભાષાઓ છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો કંપનીએ મંથલી એક્ટિવ યૂઝર બેઝમાં 4 ગણો દમદાર ગ્રોથ મેળવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી ગ્રુપના સીઈઓ (ડિજિટલ પબ્લિશિંગ) રોહિત ચઢ્ઢાના નેતૃત્વમાં ઝી ડિજિટલે એપ્રિલ 2021માં 310 મિલિયનથી વધુ MAU મેળવ્યો, જે એપ્રિલ 2019માં માત્ર 75 મિલિયન હતો. એ જ રીતે કંપનીએ લગભગ ચાર ગણો ગ્રોથ ગત બે વર્ષમાં મેળવ્યો. આ દરમિયાન ઝી ડિજિટલના ફ્લેગશિપ બ્રાન્ડ્સના ગ્રોથની વાત કરીએ તો India.com એ 11 ગણો ગણો, Zee News એ 3.4 ગણો, DNA એ 4.3 ગણો,  BollywoodLife.com એ 5.2 ગણો અને WION એ 7.8 ગણો ગ્રોથ મેળવ્યો. 


ઝી ડિજિટલના સીઈઓ રોહિત ચઢ્ઢાએ કહ્યું કે "છેલ્લા બે વર્ષ દરમિયાન અમારો પ્રયત્ન સંપૂર્ણ ભારતમાં 450+ મિલિયન ન્યૂઝ એન્ડ એન્ટરટેઈન્મેન્ટ ઓડિયન્સને પોતાની સાથે જોડવા પર રહ્યો અને તેનું પરિણામ સામે છે. ડિજિટલ કન્ટેન્ટના ફ્યૂચર પર ચઢ્ઢાએ કહ્યું કે તે 3Vs એટલે કે વીડિયો (Video), Vernacular (ભાષા) and Voice (અવાજ) છે અને આ ત્રણેય પર અમારું ફોકસ છે." 


વીડિયો વ્યૂઝમાં શાનદાર ગ્રોથ
રોહિત ચઢ્ઢાનું કહેવું છે કે પ્રોડક્ટમાં વીડિયો પર ભાર અને મજબૂત વીડિયો ઈન્ફ્રાથી વીડિયો વ્યૂઝમાં શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીના 200 મિલિયન વ્યૂઝ હતા, જે નાણાકીય વર્ષ 2021માં 2.5 બિલિયનથી વધી ગયા, 2020માં લોકડાઉન દરમિયાન અમે ઝી ન્યૂઝ માટે OTT એપ્સ લોન્ચ કર્યા. અમે ડિજિટલ પ્લેટફોર્મ પર 8 બ્રોડકાસ્ટ બ્રાન્ડ ઉતારી. આ ઉપરાંત 3 પ્રાદેશિક ભાષાઓ ઓડિયા, પંજાબી અને ઉર્દૂમાં પણ પ્રોડક્ટ લોન્ચ કર્યા. બધુ મળીને અમે વર્નાક્યુલર અને વીડિયો બંને દ્વારા એક શાનદાર ગ્રોથ મેળવ્યો છે અને આગળ પણ અમારું ફોકસ આ પ્રોડક્ટ્સ પર જળવાઈ રહેશે. 


બે વર્ષમાં તાબડતોડ ડિજિટલ લોન્ચિંગ
છેલ્લા બે વર્ષમાં ઝી ડિજિટલે તાબડતોડ લોન્ચિંગ કર્યું. કંપનીએ પોતાના તમામ બ્રોડકાસ્ટ  બ્રાન્ડ જેમ કે   ZEE Hindustan,  ZEE Madhya Pradesh Chhattisgarh, ZEE Bihar Jharkhand, ZEE Rajasthan, ZEE Uttar Pradesh Uttarakhand, ZEE Odisha, ZEE Punjab Haryana Himachal અને  ZEE Salaam ના ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યા. આ ઉપરાંત કંપનીએ દક્ષિણ ભારતમાં પણ ડગ માંડ્યા. ઝી ડિજિટલે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં એન્ટ્રી કરી. 


મોબાઈલ ફર્સ્ટ એપ્રોચનો ફાયદો થયો
મોબાઈલ ફર્સ્ટ એપ્રોચ પર ચઢ્ઢાએ કહ્યું કે, "અમારા 95 ટકા યૂઝર્સ મોબાઈલ પર છે. આથી અમારા બધા પ્રોડક્ટ રોડમેપનું ફોકસ મોબાઈલ ફર્સ્ટ છે. અમે અમારા ચાર પ્રમુખ બ્રાન્ડ માટે નેટિવ મોબાઈલ એપ્સ લોન્ચ કરી. જેમાં ફ્લેગશિપ બ્રાંડ ઈન્ડિયા ડોટ કોમ ઝડપથી વધતી રિજિયોનલ હિન્દી બ્રાન્ડ ઝી હિન્દુસ્તાન નંબર 1 બંગાળી ન્યૂઝ બ્રાન્ડ ઝી 24 ઘંટા અને નંબર 1 બિઝનેસ ન્યૂઝ બ્રાન્ડ ઝી બિઝનેસ સામેલ છે. જ્યારે WION અને ઝી ન્યૂઝ મોબાઈલ એપનું પરફોર્મન્સ અને ટેક્નિકલ અપગ્રેડેશનથી તે ગૂગલ એપ સ્ટોર પર દુનિયાની સૌથી વધુ રેટેડ ન્યૂઝ એપ બની ગયા. WION એપનું ગૂગલ પર રેટિંગ 4.9 અને ઝી ન્યૂઝનું 4.7 છે." 


હાલમાં જ ઝી ડિજિડટલે પોતાની 13 નેશનલ અને રિજિયોનલ ન્યૂઝ બ્રાન્ડ માટે સૌથી મોટો પ્રોગ્રેસિવ વેબ એપ્સ(PWA) લોન્ચ કર્યું છે. જેમાં 9 ભાષાઓમાં યૂઝર્સને મોબાઈલ વેબ પર ન્યૂઝ વાંચવા માટે સારો અનુભવ મળશે. ગત વર્ષ ઈન્ડિયા ડોટ કોમની મોબાઈલ સાઈટને નવા ક્લેવરમાં લોન્ચ કરાઈ હતી. જેનાથી કંપનીને મંથલી એક્ટિવ યૂઝર્સમાં સારો ગ્રોથ મળ્યો હતો. 


Zee Digital એ લોન્ચ કરી 13 નવી PWA Apps, ઓર્ગેનિક ટ્રાફિકમાં 200 ટકા વધારાનું લક્ષ્ય


ફ્યૂચર સ્ટ્રેટેજી પર કામ ચાલુ
ફ્યૂચર પ્લાન અને ડિજિટલ યૂઝર બેઝ વધારવા અંગે ચઢ્ઢાએ  કહ્યું કે "ગત વર્ષ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન અમે અમારી ઈન્ટરનેશનલ ન્યૂઝ ચેનલ WION નો પોતાની રીતે પહેલું ડિજિટલ ફર્સ્ટ ગ્લોબલ લોન્ચ કર્યું હતું. ગ્લોબલ માર્કેટમાં અમારી આ બ્રાન્ડને શાનદાર રિસ્પોન્સ મળ્યો અને ગત 6 મહિનામાં યૂઝર્સમાં 90 ટકાનો ગ્રોથ જોવા મળ્યો." તેમનું કહેવું છે કે, "જે પ્રકારનો ગ્રોથ છે, તેનાથી અમારી ટીમ પણ રોજ નવા આઈડિયા પર કામ કરી રહી છે, જેનાથી યૂઝર આપણા કન્ટેન્ટને સરળતાથી એક્સેસ કરી શકે. અમને ભરોસો છે કે અમે 2021 માટે જે સ્ટ્રેટેજી બનાવી છે તેનાથી ઝી ડિજિટલનો ગ્રોથ જળવાઈ રહેશે અને ઝડપથી આગળ વધતા ડિજિટલ સ્પેસમાં નવો રેકોર્ડ બનાવશે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube