Zee Entertainment Enterprises Limited (ZEEL) और Sony Pictures Networks India વચ્ચે વિલય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દિગ્ગજ કંપનીઓના એન્ટરટેઈનમેન્ટ બોર્ડે મર્જરની જાહેરાત કરી છે. ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડે મર્જર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મર્જર બાદ સોની સૌથી મોટી સ્ટેકહોલ્ડર હશે. સોનીએ ZEEL ના મેનેજમેન્ટને જાળવી રાખવા પર ભરોસો વ્યક્ત કર્યો છે. પુનીત ગોયંકા મર્જર બાદ બનનારી નવી કંપનીના MD અને CEO યથાવત રહેશે. મર્જર બાદ નવી કંપની પણ ભારતીય શેર બજારમાં લિસ્ટેડ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સંઘવીના જણાવ્યાં મુજબ સોનીએ નિર્ણય લીધો છે કે નવી કંપનીનું નેતૃત્વ પણ પુનીત ગોયંકાના હાથમાં રહેશે. તેમના નેતૃત્વમાં કંપનીનો ગ્રોથ પ્લાન તૈયાર થશે. સોનીના જણાવ્યાં મુજબ કંપનીમાં મેજોરિટી ડાયરેક્ટર નોમિનેટ કરવાનો અધિકાર તેમનો રહેશે. ઝી એન્ટરટેઈનમેન્ટના આર ગોપાલને કહ્યું કે ઝીના કારોબારમાં ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના બોર્ડને પાક્કો વિશ્વાસ છે કે આ મર્જરથી ઝીને વધુ ફાયદો થશે. બંને કંપનીઓ એક સાથે આવવાથી કંપનીને એક નવી ઉર્જા મળશે. તેનાથી કંપનીના શેર હોલ્ડર્સને પણ મોટો ફાયદો થશે. 


ZEEL-SONY પિક્ચર્સના વિલયની જાહેરાત, 90 દિવસમાં પૂરું થશે ડ્યૂ ડિલિજેન્સ, કેમ મહત્વની છે આ ડીલ...ખાસ જાણો


હાલની સ્થિતિમાં ZEEL ના શેરહોલ્ડર્સનો હિસ્સો 61.25% છે. $157.5 કરોડના રોકાણ બાદ આ ભાગીદારીમાં ફેરફાર આવશે. ત્યારબાદ ZEEL રોકાણકારોની ભાગીદારી 47.07% જેટલી રહેશે જ્યારે સોની પિક્ચર્સના શેર હોલ્ડર્સનો ભાગ 52.93% રહેવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. 


શાં માટે મોટી છે ZEEL-સોનીની ડીલ?
- ZEEL ને મળશે ગ્રોથ કેપિટલ
- એક બીજાના કન્ટેન્ટ, ડિજિટલ પ્લેટફોર્મને એક્સેસ
- સોનીને ભારતમાં ઉપસ્થિતિ વધારવાની તક મળશે
- સોનીને 130 કરોડ લોકોની વ્યૂઅરશીપ મળશે


ZEEL નો કારોબાર
- 190 દેશોમાં પહોંચ, 10 ભાષા, 100થી વધુ ચેનલ
- દર્શકોમાં 19 ટકાનું માર્કેટ શેર
- 2.6 લાખ કલાકથી વધુનું ટીવી કન્ટેન્ટ
- 4800 થી વધુ ફિલ્મોના ટાઈટલ
- ડિજિટલ સ્પેસમાં ZEE5 દ્વારા મોટી પકડ
- દેશમાં 25 ટકા ફિલ્મો ઝી નેટવર્ક પર જોવાય છે


સોનીનો કારોબાર
- ભારતમાં 31 ચેનલ, 167 દેશોમાં પહોંચ
- સોની પાસે દેશમાં 70 કરોડ દર્શકો
- દર્શકોમાં 9 ટકાનો માર્કેટ શેર


Disclaimer: ઝી એન્ટરટેઈનમેન્ટ અમારી Sister Concern / Group Company નથી. અમારા નામ એક જેવા દેખાય છે પરંતુ અમારું સ્વામિત્વ અને મેનેજમેન્ટ અલગ ગ્રુપની કંપની Zee Media Corporation ના હાથમાં છે. 


Disclaimer: Zeel is not our sister concern though our name sound similar, our owning company is Zee Media Corporation.