SEBI ના ઓર્ડર પર ZEEL નું નિવેદન, કહ્યું- રોકાણકારોના હિતમાં યોગ્ય પગલું ભરીશું
ZEEL Official Statement: માર્કેટ રેગ્યુલેટર SEBI એ એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રા અને સમૂહની કંપની ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ZEEL) ના મેનેજિંગ ડાઈરેક્ટર અને CEO પુનિત ગોયંકા અંગે બહાર પાડેલા આદેશ પર ZEEL ના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. આ સાથે જ કંપનીએ સેબીના આદેશ વિરુદ્ધ SAT માં અરજી આપી છે.
ZEEL Official Statement: માર્કેટ રેગ્યુલેટર SEBI એ એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ. સુભાષ ચંદ્રા અને સમૂહની કંપની ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ (ZEEL) ના મેનેજિંગ ડાઈરેક્ટર અને CEO પુનિત ગોયંકા અંગે બહાર પાડેલા આદેશ પર ZEEL ના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. આ સાથે જ કંપનીએ સેબીના આદેશ વિરુદ્ધ SAT માં અરજી આપી છે. ZEEL ની અરજી સ્વીકારી લેવામાં આવી છે અને ગુરુવારે ZEEL ની અરજી પર SAT માં સુનાવણી થશે.
આ અગાઉ ZEEL એ પોતાનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે. કંપનીના ચેરમેન આર ગોપાલને કહ્યું કે ઝી એન્ટરટેઈનમેન્ટ બોર્ડે સેબીના વચગાળાના આદેશને ગંભીરતાથી લીધો છે. હાલ બોર્ડ સેબીના આદેશની સંપૂર્ણ રીતે સમીક્ષા કરી રહ્યું છે. આ મામલે કાનૂની સલાહ પણ લેવાઈ રહી છે.
રોકાણકારોના હિતમાં ઉઠાવીશું પગલાં
આર ગોપાલને કહ્યું કે રોકાણકારોના હિતમાં તમામ યોગ્ય ઉપાય કરવામાં આવશે. બોર્ડ ડૉ. સુભાષ ચંદ્રાના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવે છે. આ સાથે જ એ સ્પષ્ટ કરે છે કે પુનિત ગોયંકાની લીડરશીપમાં કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે અને બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. કંપની પોતાના તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વેલ્યૂ ક્રિએશન કરતી રહેશે. બોર્ડને વિશ્વાસ છે કે કંપની ભવિષ્ય માટે નિર્ધારિત લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે અને સૌથી ઉપર તમામ હિતધારકો માટે મૂલ્ય બનાવશે.
શેરમાં મામૂલી ઘટાડો
અત્રે જણાવવાનું કે SEBI એ 12 જૂનના રોજ એક વચગાળાના આદેશમાં કહ્યું હતું કે ડૉ. સુભાષ ચંદ્રા અને ZEEL ના મેનેજિંગ ડાઈરેક્ટર પુનિત ગોયંકા હવે કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડાયરેક્ટોરિયલ કે મહત્વનું પદ પોતાની પાસે રાખી શકશે નહીં. સેબીના આ આદેશ બાદ ઝી એન્ટરટેઈન્મેન્ટના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે કારોબારી સેશનમાં ZEEL ના શેર 192.15 પર ટ્રેડ કરી રહ્યા છે. તેમાં મામૂલી 1.39 ટકાનો ઘટાડો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube