Zee Media Adani Group: કોર્પોરેટ જગત અને સોશિયલ મીડિયા પર એક એવા અહેવાલ વાયુવેગે ફેલાવવામાં આવી રહ્યા છે. કેટલાક સટોડિયાઓ એવા અહેવાલ ફેલાવી રહ્યા છે કે અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઈઝ અને ઝી મીડિયા વચ્ચે હિસ્સાના વેચાણ માટે કેશમાં મોટી ડીલ થઈ છે. તેના માટે ગૌતમ અદાણી અને એસ્સેલ ગ્રુપના ચેરમેન ડૉ.સુભાષ ચંદ્રા વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે, Zee Media આવા કોઈપણ સમાચારને નકારે છે. આ સમાચાર તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. બંને જૂથો વચ્ચે કોઈ વાતચીત ચાલી રહી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અયોગ્ય સ્ટોક ટ્રેડિંગની આશંકા
માયનોરિટી શેરહોલ્ડર્સ અને જનતાના હિતોને ધ્યાનમાં રાખીને ઝી મીડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડૉ. સુભાષ ચંદ્રા અને ગૌતમ અદાણી વચ્ચે આવા કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. આવી અટકળોથી કેટલાક અયોગ્ય સ્ટોક ટ્રેડિંગ થઈ રહ્યા છે, અને અમે તેની પાછળ એક અસ્વસ્થતા અનુભવીએ છીએ.


ઝી મીડિયાના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે માર્કેટ રેગુલેટર SEBI પાસેથી આવી અફવા ફેલાવનારાઓ સામે તપાસની માંગ કરી છે. ઝી મીડિયાએ અગાઉ પણ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. હજુ પણ કેટલાક બુકીઓ આવી અફવાઓ ફેલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં પ્રમોટર્સે કંપનીમાં તેમનો હિસ્સો વધાર્યો છે. પ્રમોટર્સે શેર વોરંટ મારફતે પોતાનો હિસ્સો વધાર્યો છે.


અનિલ સિંઘવી પાસેથી જાણીએ શું છે મામલો?
ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીના જણાવ્યા અનુસાર, ઝી મીડિયા અને અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે જોડાયેલી જે પણ અહેવાલ છે તે સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે. સતત આવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. આવા સમાચાર ફેલાવનારાઓની તપાસ થવી જોઈએ. બંને જૂથો વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. થોડા સમય પહેલા પણ સોશિયલ મીડિયા પર આવા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા હતા. આ અફવાઓને અવગણો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube