Zee Media નું ડિજિટલની દુનિયામાં નવું સોપાન, દક્ષિણની 4 ભાષામાં આજે લોન્ચ થઈ નવી ચેનલ
ઝી મીડિયાના ફાઉન્ડર ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ આ ચેનલોનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું.
Zee Media: દેશના સૌથી મોટા મીડિયા નેટવર્કમાં સામેલ ઝી મીડિયા(Zee Media) પોતાનો વિસ્તાર કરી રહ્યું છે. દેશના દક્ષિણી ભાગમાં આજે 4 નવી ડિજિટલ ન્યૂઝ ચેનલ લોન્ચ કરવામાં આવી છે. ઝી મીડિયા દક્ષિણ ભારતની 4 પ્રમુખ ભાષાઓમાં ડિજિટલ ન્યૂઝ ચેનલ લઈને આવ્યું છે. જેમાં કન્નડ ભાષામાં ઝી કન્નડ ન્યૂઝ, તમિલ ભાષામાં ઝી તમિલ ન્યૂઝ, તેલુગુ ભાષામાં ઝી તેલુગુ ન્યૂઝ, અને મલિયાલમ ભાષામાં ઝી મલિયાલમ ન્યૂઝ સામેલ છે. ઝી મીડિયાના ફાઉન્ડર ચેરમેન અને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ આ ચેનલોનું વર્ચ્યુઅલી લોન્ચિંગ કર્યું.
આજથી પ્રસારણ શરૂ
ઝી મીડિયાએ પહેલીવાર ડિજિટલ ટીવી ચેનલ લોન્ચ કરી છે. ઝી મીડિયાની આ ચેનલોનું પ્રસારણ 25 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગયુ છે. ઝી તેલુગુ ન્યૂઝનું ડિજિટલ ટીવી પહેલા તેલુગુ રાજ્યો માટે એક મંચ તરીકે હૈદરાબાદમાં લોન્ચ કરાઈ. કન્નડ દર્શકો માટે 25 જાન્યુઆરીના રોજ બેંગ્લુરુમાં ઝી કન્નડ ન્યૂઝ નામથી ડિજિટલ ચેનલ લોન્ચ કરવામાં આવી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube