Zee Technology and Innovation Center: દેશની સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ કંપની ઝી મીડિયાએ આજથી બેંગલુરુમાં તેનું નવું ઝી ઇનોવેશન સેન્ટર શરૂ કર્યું છે. જેનું ઉદ્ઘાટન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને નીતિન મિત્તલ દ્વારા કરવામાં આવ્યું હતું. નીતિન મિત્તલ ZEE માં ટેકનોલોજી અને ડેટાના અધ્યક્ષ છે. ઓપનિંગ સેરેમનીમાં ઝી બ્રોડકાસ્ટ અને મીડિયા ચીફ અમિત ગોએન્કા સહિત ઘણા કર્મચારીઓ હાજર હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી મીડિયાએ માહિતી આપી છે કે “અમે 13મી મે 2022ના રોજ બેંગલુરુમાં અમારું ટેક સેન્ટર શરૂ કર્યું છે. આ ટેક સેન્ટર 500+ ટેકનિકલ ડોમેન નિષ્ણાતોને હોસ્ટ કરશે જે ZEE માં બિઝનેસના ડિજિટલ કોરને મજબૂત બનાવશે.”


ઝી ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન સેન્ટર આજથી બેંગ્લોરમાં શરૂ થયું છે. ઉદ્ઘાટન પહેલાં, કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે કેમ્પસની મુલાકાત લીધી હતી અને ઝી મીડિયા સેન્ટરની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝના અમિત ગોએન્કર અને સેન્ટર નીતિન મિત્તલ ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube