Zeel-Sony Merger: ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્કર્સ ઈન્ડિયા વચ્ચે મર્જરની જાહેરાત આજે બજારના મોટા ડેવલપમેન્ટમાં સામેલ થઈ છે. ZEEL ના બોર્ડે આ મર્જરને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સોની મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડ રૂપિયા રોકાણ કરશે. હાલ ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્કર્સ ઈન્ડિયા વચ્ચે થનારા આ મર્જરને માર્કેટ એક્સપર્ટ દ્વારા શેર હોલ્ડર્સ અને સ્ટેક હોલ્ડર્સની રીતે સારું ગણાવવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે મર્જરથી તેમને ફાયદો થશે. તેની પાછળ તેમણે કેટલાક કારણો પણ ગણાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રમુખ કારણ
- એક્સપર્ટનું માનવું છે કે આ ડીલ માત્ર નાણાકીય માપદંડો પર જ નહીં પરંતુ સ્ટ્રેટેજિક વેલ્યૂ ઉપર પણ ખુબ વધુ મહત્વ ધરાવે છે. 
- કોન્ટેક્ટ ક્રિએશનમાં ZEEL ની મજબૂત એક્સપર્ટીઝ છે અને છેલ્લા 3 દાયકામાં ગ્રાહકો સાથે ઊંડું જોડાણ, મનોરંજન શૈલીઓ (ગેમિંગ અને ખેલ સહિત)માં સોની પિકર્ચર્સ નેટવર્કર્સ ઈન્ડિયાની સફળતા, આ બધુ મળીને બનનારી કંપનીને ખુબ મોટો ફાયદો પહોચાડી શકે છે. આ ફેક્ટર નવી બનનારી કંપની અને તેના મેનેજમેન્ટ ટીમ માટે વધુ વેલ્યૂ જોડશે. જેનાથી શેર હોલ્ડર્સની વેલ્યૂ અનેકગણી વધી જશે. 
- અલગ અલગ સેક્ટરમાં એક્સપર્ટીઝવાળા કુશળ પ્રોફેશનલના મિશ્રણ સાથે, તમામ શેર હોલ્ડર્સ અને કંપનીના હિતોને ધ્યાનમાં રખાયું છે. 
- મર્જ કરાયેલી કંપનીની વેલ્યૂ અને બંને સમૂહો વચ્ચે તાલમેળ બિઝનેસ ગ્રોથને જ વધારશે એવું નથી પરંતુ શેર હોલ્ડર્સ પણ ભવિષ્યમાં કંપનીના થનારા વિકાસનો ફાયદો ઉઠાવી શકશે.
- લીગલ અને રેગ્યુલેટરી ગાઈડલાઈન્સ મુજબ જરૂર પડ્યે પ્રસ્તાવને કંપનીના શેર હોલ્ડર્સની સામે તેમની મંજૂરી માટે રજુ કરાશે. 
- મોટા પાયે કોર્પોરેટ ડેવલપમેન્ટની સાથે, મર્જ કરાયેલી કંપની એક એક્સીલેરેટેડ ગ્રોથ અને તમામ સ્ટેકહોલ્ડર્સ માટે જબરદસ્ત વેલ્યૂ ક્રિએટ કરવાની એક મહત્વપૂર્ણ તક પ્રદાન કરશે. 


ZEEL-SONY પિક્ચર્સના વિલયની જાહેરાત, 90 દિવસમાં પૂરું થશે ડ્યૂ ડિલિજેન્સ, કેમ મહત્વની છે આ ડીલ...ખાસ જાણો


શું કહે છે એક્સપર્ટ
- NV Capital ના કોફાઉન્ડર વિવેક મેનનનું કહેવું છે કે આ એક સારું અને સ્વાગત યોગ્ય પગલું છે. આ મર્જર બાદ નવી બનનારી કંપનીનો પોર્ટફોલિયો ખુબ મજબૂત રહેશે. ખાસ કરીને સ્પોટ્ર અને OTT વર્ટિકલ માં ઝી પાસે કમાણી કરવા માટે સોનીના ઈન્ટરનેશનલ કેટલોગ સુધી પણ પહોંચ રહેશે. આ મર્જર સાથે ઝી એન્ટરટેઈનમેન્ટનું કોર્પોરેટ ગવર્નન્સ ઓવરહેંગ પણ મટી જવું જોઈએ અને રોકાણકારોનો વિશ્વાસ વધવો જોઈએ. મળીને બનનારી નવી કંપની ડિસ્ટ્રિબ્યુશન અને જાહેર ખબર બંને મામલે Disney સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે સારી સ્થિતિમાં રહેશે. 


- Swastika Investmart Ltd ના રિસર્ચ હેડ સંતોષ મિણનું કહેવું છે કે મર્જરની આ જાહેરાત Zee ltd માટે એક પોઝિટિવ ટ્રિગર છે. કારણ કે તેની પાસે હવે ક્વોલિટી પ્રમોટર રહેશે અને તેનાથી કંપનીમાં કોર્પોરેટ ગવર્નન્સના મુદ્દાને ઓછું કરી શકાશે. જો કે આ ડીલ એક નોન બોન્ડિંગ એગ્રીમેન્ટ છે. આથી તેમાં વધુ સ્પષ્ટતા માટે કેટલોક સમય લાગશે. આ ડીલ બંને કંપની માટે પોતાનો કારોબાર વધારવા માટે એક સારો તાલમેળ રહેશે. 


Zeel-Sony Merger: પુનીત ગોયંકા વિલય બાદ બનનારી નવી કંપનીના MD-CEO પદે યથાવત રહેશે


તેમનું કહેવું છે કે કંપનીના શેર ખુબ જ આકર્ષક વેલ્યુએશન પર કારોબાર કરી રહ્યો છે અને તે મીડિયા સ્પેસમાં સૌથી મજબૂત અને FIIs ના પસંદગીના શેરોમાંથી એક છે. જો આ ડીલ પૂરી થાય તો આપણે કાઉન્ટરમાં એક મોટી રીરેટિંગ જોઈ શકીએ છીએ. શેર માટે 300 રૂપિયા પર એક ઈમીડિએટ અને સાઈકલોલોજિકલ હર્ડલ છે. આ સ્તર બ્રેક થવા પર શેર 350 રૂપિયા સુધીનો ભાવ જોઈ શકાય છે. નીચેની બાજુ શેર માટે 250 પર મજબૂત સપોર્ટ છે. 


(અહેવાલ- સાભાર ઝી બિઝનેસ)


Disclaimer: ઝી એન્ટરટેઈનમેન્ટ અમારી Sister Concern / Group Company નથી. અમારા નામ એક જેવા દેખાય છે પરંતુ અમારું સ્વામિત્વ અને મેનેજમેન્ટ અલગ ગ્રુપની કંપની Zee Media Corporation ના હાથમાં છે. 


Disclaimer: Zeel is not our sister concern though our name sound similar, our owning company is Zee Media Corporation.