મુંબઈઃ (રિપોર્ટઃ બ્રજેશ કુમાર/સ્વાતી ખંડેલવાલ) Invesco demand ZEEL Board rejig: પાછલા સપ્તાહે ઝી એન્ટરટેઈનમેન્ટ (ZEEL) ની સાથે સોની પિક્ચર્સ (Sony Pictures) ના વિલયની જાહેરાતનું બજારે જોરદાર રીતે સ્વાગત કર્યુ. પરંતુ ઇનવેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડને બદલવાના પ્રસ્તાવ પર યથાવત છે. ઇનવેસ્કો  (Invesco) ની પાસે ન મજબૂત બોર્ડનો પ્રસ્તાવ છે અને ન એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કામકાજનો અનુભવ. સવાલ તે છે કે ઇનવેસ્કોનો ઇરાદો શું છે? એક તરફ ઝી એન્ટરટેઈનમેન્ટના હાલના બોર્ડમાં અલગ અલગ સેક્ટરના અનુભવી અને જાણીતા નામ. બીજીતર ઇનવેસ્કોના બોર્ડમાં એવું કોઈ નામ નથી, જેની પાસે મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરનો કોઈ મોટો અનુભવ છે. ઘણાસવાલ ઉભા થઈ રહ્યાં છે ઇનવેસ્કોના આ પ્રસ્તાવને લઈને. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇનવેસ્કોના પ્રસ્તાવિત બોર્ડ પર નજર
પ્રસ્તાવિત બોર્ડ સભ્યોનો અનુભવ શું?
1. સુરેન્દ્ર સિંહ સિરોહી (Surendra Singh Sirohi)
સુરેન્દ્ર સિંહ સિરોહીને મીડિયા ડોમેનનો કોઈ અનુભવ નથી. તેની પાસે કોર્પોરેટ અનુભવ પણ વધુ નથી. લિસ્ટેડ કંપનીમાં કામ કરવાનો તેમની પાસે અનુભવ ઓછો છે. આ પહેલા તે ભારત ઇલેક્ટ્રોનિક્સના બોર્ડમાં 3 વર્ષ માટે હતા. હાલ તે HFCL ના બોર્ડમાં છે. આ પહેલા તે BSNL પંજાબ સર્કલનો ભાગ રહી ચુક્યા છે અને ઈન્ડિયન ટેલિકોમ સર્વિસિઝ એસોસિએશનના (ITSA) પ્રમુખ રહ્યા છે. મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડના જનરલ મેનેજર રહ્યા છે. ટેલીકોમ ક્ષેત્રમાં અનુભવ પરંતુ તે ZEEL માટે કેટલો યોગ્ય?


2. અરૂણા શર્મા (Aruna Sharma)
અરૂણા શર્માએ હાલમાં જિંદલ સ્ટીલ એન્ડ પાવરના બોર્ડમાં પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. કંપનીએ તેને હાલ બોર્ડ મીટિંગમાં રીઅપોઈન્ટમેન્ટ માટે પસંદ કર્યા નથી. તેમને કંપનીમાં એક કાર્યકાળ માટે માત્ર 2 વર્ષ માટે ઇન્ડીપેન્ડેટ ડાયરેક્ટરના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને JSPL ના બોર્ડમાં બીજીવાર કેમ નિયુક્ત કરવામાં ન આવ્યા? કંપનીએ તેના કારણો વિશે ડિટેલમાં માહિતી આપી નથી. હાલમાં તેમને વેલસ્પન એન્ટરપ્રાઇઝના બોર્ડમાં ઇન્ડિપેમેન્ડેટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમનો પ્રથમ કાર્યકાળ ચાલી રહ્યો છે. 


દૂરદર્શનના ડાયરેક્ટર જનરલના રૂપમાં પ્રસાર ભારતીની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન તે વિવાદાસ્પદ SIS-લાઇવ કોમનવેલ્થ ગેમ્સના બ્રોડકાસ્ટ ડીલમાં સામેલ હતા અને તેમની વિરુદ્ધ એક તપાસ કરવામાં આવી હતી. સૂચના તથા પ્રસારણ મંત્રાલયે કોમનવેલ્થ ગેમ્સના પ્રોડક્શન અને કવરેજ માટે કોન્ટ્રાક્ટ આપવાના સંબંધમાં તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ શરૂ કરી હતી. પૂર્વ કંટ્રોલર અને ઓડિટર જનરલ વી.કે. શુંગલુની અધ્યક્ષતાવાળી શુંગલુ સમિતિએ આરોપ લગાવ્યો હતો કે ખાનગી કંપનીનો લાભ આપવામાં આવ્યો હતો. સરકારી તિજોરીને `135 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ શર્મા વિરુદ્ધ IPC, PCA હેઠળ કેસની ભલામણ હતી. ED એ ફેમા ઉલ્લંઘનની તપાસ કરી હતી, પેરેન્ટ કેડરને મોકલવામાં આવી હતી.


3. નૈના કૃષ્ણામૂર્તિ (Naina Krishnamurthi)
નૈના કૃષ્ણામૂર્તિની પાસે લિસ્ટેડ કંપનીમાં કામ કરવાનો ખુબ ઓછો અનુભવ છે. તેમણે પ્રાઇવેટલી લિસ્ટેડ કંપનીઓમાં વધુ કામ કર્યું છે. આ પહેલા મીડિયા ડોમેન કે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં કોઈ કંપની સાથે જોડાયેલા હોવાનો કોઈ અનુભવ નથી. તે ધ્યાન રાખવું રસપ્રદ છે કે તે નાના ફર્મ સિવાય કોઈ પણ કંપનીના બોર્ડમાં ડાયરેક્ટરના રૂપમાં એકથી વધુ કાર્યકાળ માટે ચૂંટાયા નથી. 


4. રોહન ધમિજા (Rohan Dhamija)
કોઈપણ લિસ્ટેડ કંપનીના બોર્ડ મેમ્બરના રૂપમાં કોઈ પૂર્વ અનુભવ નથી. તેમના અનુભવનો મોટો ભાગ એનાલિસિસ મેસનમાં રહ્યો છે, જ્યાં તેઓ 15 કરતા વધુ વર્ષથી મેનેજિંગ પાર્ટનર છે. એનાલિસિસ મેસન પહેલા તેમની પાસે ઇન્ડસ્ટ્રીનો કોઈ ખાસ અનુભવ નથી. 


5. શ્રીનિવાસ રાવ અડ્ડેપલ્લી (Srinivasa rao addepalli)
ટાટા ગ્રુપને છોડીને કોઈ ખાસ અનુભવ નથી. અને કોઈ બોર્ડ મેમ્બર પણ રહ્યા નથી. વેરિડ સેક્ટરમાં કોઈ નિષ્ણાંતતા નથી. તેમના એડુટેક સ્ટાર્ટઅપ Global Gyan ને પણ ટાટા ગ્રુપનું સમર્થન છે, જેમાં તે સંસ્થાપક અને સીઈઓ છે. રતન ટાટા આ કંપનીમાં એક દેવદૂત રોકાણકાર તરીકે જોડાયેલા છે. પરંતુ કંપનીમાં તેમની કેટલી ભાગીદારી કે રોકાણ વિશે કોઈ જાણકારી નથી. Global Gyan ના મોટાભાગના પ્રોજેક્ટ ટાટા ગ્રુપ માટે છે અને સમૂહના ઘણા કર્મચારી તેમાં સલાહકાર/ફેકલ્ટી મેમ્બર છે. 


6. ગૌરવ મહેતા (Gaurav Mehta)
Raine Advisors India Pvt. Ltd. ના ગૌરવ મહેતાનો કોઈપણ સેક્ટરમાં કોઈ લિસ્ટેડ કંપનીના બોર્ડ મેમ્બરના રૂપમાં પૂર્વ અનુભવ નથી. તે એવી ફર્મના બોર્ડમાં છે જે યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન (US SEC) ની સાથે રજીસ્ટર્ડ બ્રોકર-ડીલર છે. 


અમારા મોટા સવાલ
ઇન્વેસ્કોના પ્રસ્તાવિત બોર્ડ સભ્યો સાથે એન્ડરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી, મીડિયા, ડિજિટલ અને ટેક્નોલોજીનો અનુભવ શું છે?
મર્જર અને અધિગ્રહણ કરવા, જોવા અને અપ્રૂવ કરવાનો અનુભવ શું છે?
18% થી ઓછી ભાગીદારી પર 6 બોર્ડ સીટ હાસિલ કરવાનો અધિકાર ક્યાંથી મળ્યો?
ઇન્વેસ્કો કેમ ભૂલી રહી છે કે તે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર છે ન કે સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર?
ઇન્વેસ્કોની પાસે એવો કોઈ મજબૂત પ્લાન નથી તો બની રહેલી ડીલને બગાડવાનો પ્રયાસ કેમ?
શું ઇન્વેસ્કો જેવા વિદેશી રોકાણકાર મજબૂત ભારતીય બ્રાન્ડને અસ્થિર કરવા ઈચ્છે છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube