નવી દિલ્હીઃ ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL) ના મામલામાં હવે ઇન્વેસ્કો સામે સવાલો ઉઠી રહ્યાં છે. ન માત્ર કોર્પોરેટ ઇન્ડસ્ટ્રી લીડર્સ ઈચ્છે છે કે ZEEL નું નેતૃત્વ પુનીત ગોયનકા પાસે રહે. વરંતુ બોલીવુડના દિગ્ગજોએ પણ તેમનું સમર્થન કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી ZEEL-SONY ડીલને લઈને ઇન્વેસ્કો ષડયંત્ર રચી રહ્યું છે. ડીલમાં વિઘ્ન પાડવા ઈચ્છે છે. પરંતુ ઇન્વેસ્કોની પાછળ કોઈ મોટા કોર્પોરેટનો હાથ હોવાનો ઇશારો મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્વેસ્કો સતત ZEEL ના બોર્ડમાં ફેરફાર કરવાની વાત કરી રહ્યું છે. ત્યાં સુધી કેટલાક મીડિયા હાઉસ પણ ZEE ને સવાલ પૂછી રહ્યા હતા. પરંતુ હકીકત તે છે કે ઇન્વેસ્કોએ પણ અત્યાર સુધી કોઈ પારદર્શિતા દેખાડી નથી. તો ZEEL ના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રાએ ઇન્વેસ્કોની નિયત પર સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદ તત્કાલ બોલીવુડના દિગ્ગજ ઝી એન્ટરટેઈનમેન્ટના સમર્થનમાં ઉતરી આવ્યા અને પુનીત ગોયનકા કંપનીના MD-CEO પદે યથાવત રહે તે વાત કહી છે. 


શોમેને ઉઠાવ્યો ચીની રોકાણકારોની નિયત પર સવાસ
શોમેનના નામથી જાણીતા બોલીવુડના દિગ્ગજ નિર્માતા-ડાયરેક્ટર સુભાષ ઘઈએ ટ્વીટ કર્યુ- ચીનનું એક નાનું રોકાણકાર ભારતીય કંપની ZEECorporte ને હલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે કંપની જેને ડો. સુભાષ ચંદ્રાએ 30 વર્ષમાં સંપૂર્ણ ભારતીય કન્ટેન્ટના દમ પર ઉભી કરી. મીડિયા જગતમાં સંપૂર્ણ નૈતિકતાથી ચલાવી. ઘઈએ સવાલ ઉઠાવ્યો કે શું આ કોર્પોરેટ કલ્ચરના ખોટા સિગ્નલ નથી?'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube