Zeel-Sony Merger: ઝી-સોની વિલયને NCLT ની મંજૂરી, ડીલ સાથે જોડાયેલા તમામ વિવાદ નકાર્યા, શેરમાં આવી તેજી
ZEEL-SONY Merger: દેશના બે મોટા સમૂહ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સાથે પ્રસ્તાવિત મર્જરને NCLTની મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હીઃ ZEEL-SONY Merger: દેશના બે મોટા ગ્રુપ માટે મોટા સમાચાર છે. ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવિત મર્જરને NCLT ની મંજૂરી મળી ગઈ છે. NCLT તમામ વિરોધોનો નકારી દીધા છે. સૂત્ર પ્રમાણે ડીટેલ્ડ કોપી શુક્રવારે સવારે અપલોડ કરવામાં આવશે. આ સમાચાર બાદ ઝીના શેરમાં એક્શન જોવા મળી રહી છે. ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી છે.
Zee Entertainment Enterprises Limited (ZEEL) અને Sony Pictures Networks India ના વિલયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દિગ્ગજ કંપનીના એન્ટરટેનમેન્ટ બોર્ડે મર્જરને સૌથી મોટી મંજૂરી મળી છે. નોંધનીય છે કે આ મર્જર બાદ સોની સૌથી મોટુ સ્ટેકહોલ્ડર હશે. મર્જર બાદ નવી કંપની પણ ભારતીય શેર બજારમાં લિસ્ટેડ થશે. બંને કંપનીઓના સાથે આવવાથી કંપનીને નવી ઉર્જા મળશે. કંપનીના શેરધારકોને પણ તેનો મોટો ફાયદો મળશે.
વર્તમાન સ્થિતિમાં ZEEL ના શેરહોલ્ડર્સનો ભાગ 61.25% છે. $157.5 કરોડના ઈન્વેસ્ટમેન્ટ બાદ આ ભાગીદારીમાં ફેરફાર આવશે. ત્યારબાદ ઝીલ ઈન્વેસ્ટર્સની ભાગીદારી 47.07% ટકા જેટલી રહેશે. તો સોની પિક્ચર્સના શેરહોલ્ડર્સનો ભાવ 52.93% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
નવી કંપનીનું રેવેન્યૂ 2 અબજ ડોલરનું હશે
મર્જરથી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને હંમેશા ફાયદો થયો છે. ઝી અને સોનીના મર્જરથી દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે. રેવેન્યૂ સ્ટેન્ડઅલોન આધાર પર આશરે 2 અબજ ડોલર હોઈ શકે છે. મર્જર બાદ બનનારી કંપનીમાં સોની રોકાણ કરશે. તેનાથી સ્પોર્ટ્સ સહિત બીજા પ્રીમિયમ કન્ટેન્ટમાં વધુ રોકાણ કરવાની તક મળશે.
TV માં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું જારી રાખશે ZEE
ભારત નજીકના ભવિષ્યમાં ટીવી અને ડિજિટલ માટે એક મોટુ બજાર બનશે. એક કંપનીના રૂપમાં Zee પોતાની ઉપસ્થિતિને વધારવા અને તેની સાથે લિનિયર ટીવીમાં રોકાણ કરવાનું યથાવત રાખશે.
શેર બજારમાં લિસ્ટ થશે નવી કંપની
ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાની વચ્ચે મર્જરની જાહેરાત 22 સપ્ટેમ્બર 2011ના કરવામાં આવી હતી. ZEEL-Sony મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટની પાસે 47.07 ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સની પાસે 52.93 ટકાની ભાગીદારી હશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.
બોર્ડ ડાયરેક્ટરને નોમિનેટ કરશે સોની ગ્રુપ
બંને કંપનીના TV કારોબાર, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઇબ્રેરીને પણ મર્જ કરવામાં આવી રહી છે. ZEEL અને SPNI ની વચ્ચે એક્સક્લૂસિવ નો-બ્રાઇન્ડિંગ ટર્મ શીટનો કરાર થયો છે. વર્તમાન પ્રમોટર ફેમેલી ઝીની પાસે પોતાના શેરહોલ્ડિંગને 4 ટકાથી વધારી 20 ટકા કરવાનો વિકલ્પ હશે. બોર્ડમાં મોટા ભાગના ડાયરેક્ટરને નોમિનેટ કરવાનો અધિકાર સોની ગ્રુપની પાસે હશે.