ZEE એન્ટરટેઇનમેન્ટના સમર્થનમાં આવ્યાં હેમા માલિની, ટ્વીટના માધ્યમથી કહી આ વાત...
ઝી એન્ટરટેઇનમેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ની મર્જર પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન ઇન્વેસ્કો ઝી એન્ટરટેઇનમેન્ટના બોર્ડને બદલવા માટે જીદે ચઢ્યું છે. આ પછી, ZEEL ના સ્થાપક ડો.સુભાષ ચંદ્રાએ એક ખુલ્લો પડકાર આપ્યો, પછી ઇન્વેસ્કોની શાન ઠેકાણે આવી જ્યારે બીજી તરફ સેંકડો લોકો ZEEL ના સમર્થનમાં બહાર આવ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી અને મથુરા લોકસભા બેઠકના સાંસદ હેમા માલિની ઝી એન્ટરટેનમેન્ટના સમર્થનમાં આવીને ટ્વીટ કર્યું છે.
નવી દિલ્હીઃ ઝી એન્ટરટેઇનમેન્ટ (ZEEL) સાથે સોની પિક્ચર્સ (SPNI) ની મર્જર પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન ઇન્વેસ્કો ઝી એન્ટરટેઇનમેન્ટના બોર્ડને બદલવા માટે જીદે ચઢ્યું છે. આ પછી, ZEEL ના સ્થાપક ડો.સુભાષ ચંદ્રાએ એક ખુલ્લો પડકાર આપ્યો, પછી ઇન્વેસ્કોની શાન ઠેકાણે આવી જ્યારે બીજી તરફ સેંકડો લોકો ZEEL ના સમર્થનમાં બહાર આવ્યા છે. હવે બોલિવૂડ અભિનેત્રી અને મથુરા લોકસભા બેઠકના સાંસદ હેમા માલિની ઝી એન્ટરટેનમેન્ટના સમર્થનમાં આવીને ટ્વીટ કર્યું છે.
હેમા માલિનીએ ટ્વીટ કરીને આ વાત કહી હતી:
હેમા માલિનીએ ઝી એન્ટરટેઇનમેન્ટની તરફેણમાં ટ્વિટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "ભારતની પ્રથમ શુદ્ધ મનોરંજન ચેનલ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહી છે અને તેને સરકાર અને જનતાના ટેકાની જરૂર છે. @ZEECorporate એ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે વિસ્તૃત પરિવાર જેવું છે અને હું ઈચ્છું છું કે તે ભારતીય મેનેજમેન્ટ સાથે રહે.
લોકો ZEEL ના સમર્થનમાં બહાર આવ્યા:
ઝી એન્ટરટેઇનમેન્ટના સ્થાપક ડો.સુભાષચંદ્રએ કાવતરાખોરોને ખુલ્લો પડકાર આપ્યો ત્યારે લોકો ઝીલના સમર્થનમાં બહાર આવ્યા. ટ્વિટર વપરાશકર્તાઓ સતત #DesKaZee સાથે ટ્વીટ કરી રહ્યા છે અને ઝી સાથેના જોડાણના તેમના અનુભવો શેર કરી રહ્યા છે.
'દેશના નાગરિક છે ઝી ના માલિક'
તમને જણાવી દઈએ કે, ઝી ન્યૂઝના મુખ્ય સંપાદક સુધીર ચૌધરી સાથેના સૌથી મોટા ઈન્ટરવ્યુમાં, ZEEL ના સ્થાપક ડો.સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ZEEL ના માલિક કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ તે પોતાને માલિક પણ નથી માનતા. તેમણે ઝી ટીવીને 2.5 લાખ શેરધારકો, આ દેશના 90 કરોડ અને વિદેશમાં વસતા 60 કરોડ દર્શકોને ઝી ના માલિક ગણાવ્યાં.
'ઇન્વેસ્કો ગેરકાયદેસર રીતે કબજો લેવા માંગે છે'
ડો.સુભાષચંદ્રએ ઇન્વેસ્કોના કાવતરાના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, જો તેઓ આ કંપની (ZEEL) ને ટેકઓવર કરવા માંગતા હોય તો તે ગેરકાયદેસર રીતે શક્ય નથી. વિદેશી રોકાણકારોએ પણ કાયદાનું પાલન કરવું પડશે. આ કિસ્સામાં, ડો.સુભાષ ચંદ્રાએ આ વિદેશી રોકાણકારોને કહ્યું - તમે શેરહોલ્ડર છો, માલિક બનવાનો પ્રયત્ન કરશો નહીં. ડો.ચંદ્રાએ દેશને અપીલ કરી હતી કે દેશની પોતાની ચેનલ, એકમાત્ર રાષ્ટ્રવાદી ચેનલ, વિદેશી કંપનીઓના હાથમાં ન જવા દે આ દરમિયાન, તે દેશની ચેનલ ZEE ની યાત્રા વિશે વાત કરતી વખતે ભાવુક પણ થઈ ગયા હતા.