નવી દિલ્હી : ZEE ગ્રુપની 37 ચેનલ હવે જીયો પ્લેટફાર્મ પર ઉપલબ્ધ થષે. ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડ (Jio) વચ્ચે મંગળવારે મહત્વનો કરાર થયા છે. જેથી Zee ગ્રુપની સમગ્ર કન્ટેન્ટ લાઇબ્રેરી હવે જીયો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કરારથી જીયોના 22.7 કરોડ સબ્સક્રાઇબર્સને આનો સીધો ફાયદો મળશે. હવેથી તેઓ ઝી ગ્રુપનું વિશ્વાસપાત્ર અને સટીક કન્ટેન્ટનો લાભ યૂઝર્સને મળશે. જેમાં ઝી ગ્રુપની 37 લાઇવ ટીવી ચેનલનો પણ સમાવેશ છે. આ કરારથી બાદ જીયો યૂઝર્સ ZEE5 એપ, ZEE5 ઓરિજનલ્સ, મૂવીઝ, TV શો, મ્યૂઝિક વીડિયો, લાઇફ સ્ટાઇલ શો, કિડ્ઝ શો, ડાઉનલોડ કરી શકશે. આ કરારનો હેતુ ZEE ગ્રુપના સમૃધ્ધ, લોકપ્રિય કન્ટેન્ટ પોર્ટફોલિયો અને રિલાયન્સ જીયોની દેશવ્યાપી પહોંચનો ફાયદો લેતાં ગ્રાહકોને રોચક અને નવિન કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. 


આ અવસરે ZEE ઇન્ટરનેશનલ અને Z5 ગ્લોબલના સીઇઓ અમિત ગોયન્કાએ કહ્યું કે, અમે આ સકારાત્મક ડેવલપમેન્ટથી ઘણા ખુશ છીએ. એક કન્ટેન્ટ ક્રિએટરના રૂપમાં અમારો મુખ્ય હેતુ એક સમૃધ્ધ અને આકર્ષક કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો છે. જીયો સાથે અમે મોટી સંખ્યામાં ગ્રાહકો સાથે જોડાઇશું. તેમણે કહ્યું કે, અમારૂ કન્ટેન્ટ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે અને જીયોને એના યૂઝર્સને બહેતરીન આપવાની નીતિને વધુ મજબૂતી આપે છે. 


વેપારના અન્ય સમાચાર, જાણવા ક્લિક કરો


જીયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું કે, અમે ઘણા ખુશ છીએ કે અમારા ગ્રાહકોને હવે ઝી ગ્રુપના આકર્ષક અને વિભિન્નતાઓ સભર કન્ટેન્ટ મળશે. અમે અમારા ગ્રાહકોને દુનિયાભરનું સારૂ કન્ટેન્ટ આપવા માટે પ્રતિબધ્ધ છીએ.