Zomato ના IPO એ રેકોર્ડ બનાવ્યો, અનેકોને બનાવ્યા લખપતિ, 18 જણાને બનાવ્યા કરોડપતિ
ફૂડ ડિલીવર ચેન કંપની ઝોમાટો (Zomato) એ શેર માર્કેટમાં જોરદાર એન્ટ્રી કરી છે. પહેલા જ દિવસે ઝોમાટોના શેર આઈપીઓમાં નક્કી કિંમત 76 રૂપિયાથી અંદાજે 71 ટકાના વધારા સાથે બીએસઈ પર 115 રૂપિયા પર લિસ્ટ થયા છે. તેના બાદ બમ્પર કમાણી સાથે કંપનીની માર્કેટ વેલ્યૂ 98,732 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. એટલુ જ નહિ, કંપનીએ કમાણીના મામલામાં દિગ્ગજ કંપનીઓ જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર અને કોલ ઈન્ડિયાથી પણ આગળ નીકળી ગયા છે.
ઝી મીડિયા/બ્યૂરો :ફૂડ ડિલીવર ચેન કંપની ઝોમાટો (Zomato) એ શેર માર્કેટમાં જોરદાર એન્ટ્રી કરી છે. પહેલા જ દિવસે ઝોમાટોના શેર આઈપીઓમાં નક્કી કિંમત 76 રૂપિયાથી અંદાજે 71 ટકાના વધારા સાથે બીએસઈ પર 115 રૂપિયા પર લિસ્ટ થયા છે. તેના બાદ બમ્પર કમાણી સાથે કંપનીની માર્કેટ વેલ્યૂ 98,732 કરોડ રૂપિયાની થઈ ગઈ છે. એટલુ જ નહિ, કંપનીએ કમાણીના મામલામાં દિગ્ગજ કંપનીઓ જેમ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર અને કોલ ઈન્ડિયાથી પણ આગળ નીકળી ગયા છે.
પહેલા દિવસે 18 લોકો બન્યા કરોડપતિ
શુક્રવારે કારોબાર પૂરો થવા પર કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દર ગોયલ (Deependra Goyal) ની નેટવર્થ 4650 કરોડ રૂપિયા (62.4 કરોડ ડોલર) પહોંચી ગઈ. તમને જણાવી દઈએ કે, દિપેન્દ્રની ઝોમાટોમાં 5.5 ટકા હિસ્સેદારી છે. જેમાં ઈસોપ્સ (Esops) પણ સામેલ છે. આ ઉપરાંત પહેલા જ દિવસે માર્કેટમાં ઝોમાટો સાથે જોડાયેલ 18 લોકો રૂપિયામાં કરોડપતિ અને અમેરિકન ડોલરમાં મિલિયોનેર બની ગયા છે.
શેર અને ઈસોપ્સની કિંમત કરોડોમાં
ઈકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, કંપનીના કો-ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસર ગુંજન પાટીદારના શેર અને ઈસોપ્સની કિંમત 363 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. આ ઉપરાંત મોહિત ગુપ્તા ( અન્ય એક કો-ફાઉન્ડર અને ન્યૂ બિઝનેસના હેડ) ના ઈસોપ્તની કિંમત પણ 195 કરોડ રૂપિયા છે. એટલે કે ઝોમાટોએ શેર માર્કેટમાં જોરદાર એન્ટ્રી મારી છે. તમને જણાવી દઈએ કે, આ સમયે ઝોમાટોનો આઈપીઓ સૌથી મોટો આઈપીઓ હોવાનું કહેવાય છે.
આઈપીઓને શાનદાર રિસ્પોન્સ
પહેલાથી જ લોસમાં ચાલી રહેલી કંપની ઝોમટોના શેર શુક્રવારે પોતાની ઈશ્યુ પ્રાઈસ 76 રૂપિયાની અંદાજે 51 ટકા પ્રીમિયમ પર 115 રૂપિયા પર લિસ્ટ થયો હતો. પંરતુ દિવસ વધવાની સાથે જ ઝોમાટોના શેરે તેજી પકડી હતી અને કારોબારના અંતમાં તે બીએસઈ (BSE) પોતાની ઓપનિંગ પ્રાઈસ 115 રૂપિયામાંથી 9 ટકા ઉપર 125.85 રૂપિયા પર બંધ તયો. આ ઝોમાટોના આઈપીઓને શાનદારી રિસ્પોન્સ મળ્યો હતો અને તે 40 ગણાથી વધુ સબ્સક્રાઈબ થયો હતો.